News of Thursday, 22nd January 2026
તિલકવાડાના વજેરીયા ગામમાં લાકડાનું તાપણું કરવા મુદ્દે માર મારનાર ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટી દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરીયા ગામમાં લાકડા બાબતે મારામારીની ઘટનામા ત્રણ વિરુઘ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ સુકાભાઈ ભીખાભાઈ વસાવા (રહે.વજેરીયા કસબા ફળિયું) નાઓ અનુસુચિત જાતિના હોય અને મારનાર (૧) અલ્તાફભાઈ હનીફભાઈ મલેક (૨) સલીમભાઇ હનીફભાઇ મલેક (૩) હનીફભાઇ હુસેનભાઇ મલેક ત્રણેય ( રહે.વજેરીયા તા.તિલકવાડા જી.નર્મદા ) નાઓ ઉજળીયાત જાતિના હોય એક જ ગામમા રહે છે, જેમાં સુકાભાઈ ના વાડામાંના લાકડાઓ બાળીને તાપણું કરતા હોવાથી તેમને ગોપાલભાઇએ ઠપકો આપતા એકદમ ઉશકેરાઇને મિયાના ફળીયામાં રહેવાનું હોય અવાજ જોઇએ નહી, તેવુ કહી ગાળો બોલતા સુકાભાઈએ કહેલ કે અમારા વાડાના લાકડાનો ધુણો શુ કામ કરો છો તેવુ કહેતા સુકાભાઈને માર મારી, પથ્થર મારી ઇજા કરી જાતી વાચક શબ્દો બોલી એકબીજાને મદદગારી કરતા તિલકવાડા પોલીસે ત્રણ વિરુદ્ધ એટ્રોસિટી નો ગુનો દાખલ કર્યો છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
