<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ઉમરપાડામાં વીજપોલ પરથી ઝાડી -ઝાંખરા હટાવવા જતા શ્રમિકનું વીજકરંટ લાગતા મોત

નસારપુર ગામનો વતની અને મજૂરી કામ કરતો યુવક વીજપોલ પર ચડીને નડતરરૂપ ઝાડી-ઝાંખરા હટાવી રહ્યો હતો ત્યારે અચાનક વીજ પ્રવાહની ઝપેટમાં આવી ગયો

સુરતના ઉમરપાડા તાલુકાના લીમોદરા પાટીયા પાસે આવેલા 66 કેવી સબ સ્ટેશન પર વીજ કરંટ લાગવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. નસારપુર ગામનો વતની અને મજૂરી કામ કરતો આ યુવક જ્યારે વીજપોલ પર ચડીને નડતરરૂપ ઝાડી-ઝાંખરા હટાવી રહ્યો હતો, ત્યારે અચાનક વીજ પ્રવાહની ઝપેટમાં આવી ગયો હતો. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને તંત્ર દ્વારા અકસ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

(11:36 PM IST)