News of Thursday, 22nd January 2026
ભરૂચમાં SIRની કામગીરીમાં મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર-7 ભરાયાનો આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે પાંચેય વિધાનસભામાં 90 હજારથી વધુ ખોટા ફોર્મ ભરીને મતદારોના નામ દૂર કરવાનું કાવતરું ઘડ્યું

ભરૂચમાં SIRની કામગીરીમાં મતદારોના નામ કમી કરવા માટે ખોટી રીતે 'ફોર્મ નંબર 7' ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે પાંચેય વિધાનસભામાં 90 હજારથી વધુ ખોટા ફોર્મ ભરીને મતદારોના નામ દૂર કરવાનું કાવતરું ઘડ્યું છે. આ મુદ્દે કલેક્ટર કચેરીમાં અંદર જવાનો પ્રયાસ કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું, ત્યારબાદ કાર્યકરો 'વોટ ચોર ગદ્દી છોડ' અને 'જવાબદારો સામે ફરિયાદ કરો'ના નારા સાથે ધરણાં પર બેસી ગયા હતા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો ચૂંટણી પંચ આ મામલે ત્વરિત કાર્યવાહી નહીં કરે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
