<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

તારાપુરના રીંઝા ગામેથી બોગસ તબીબ ઝડપાયો : ધો.૧૦ સુધી ભણેલા બોગસ તબીબ સામે કાર્યવાહી

દર્દીઓને તપાસવાના મેડિકલ સાધનો, દવાઓ,ઇન્જેક્શન સહિત કુલ 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

તારાપુરના રીંઝા ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે.દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતો પશ્ચિમ બંગાળનો મુન્નાભાઈ એમબીબીએસને પોલીસે ઝડપી પાડયો છે.દર્દીઓને તપાસવાના મેડિકલ સાધનો, દવાઓ,ઇન્જેક્શન સહિત કુલ 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.તારાપુર પોલીસ અને મેડિકલ ઓફિસરની ટીમે રીંઝા ગામે છાપો માર્યો હતો.ધો.૧૦ સુધી ભણેલા બોગસ તબીબ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે ો

(12:16 AM IST)