<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

કડીના જાસલપુર ગામે સ્થાનિક પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ ગણાતી 40 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને તોડી પડાઈ

40,000 લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકી જોખમી બનતા અધિકારીઓની હાજરીમાં તોડી પાડી :હવે 30 લાખ રૂપિયાના ખર્ચે 1 લાખ લીટરની નવી ટાંકી બનાવવાની યોજના

કડીના જાસલપુર ગામે સ્થાનિક પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ ગણાતી 40 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે. 40,000 લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકી જોખમી બનતા અધિકારીઓની હાજરીમાં તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ જૂની ટાંકીના સ્થાને હવે આધુનિક અને મોટી ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવશે. 30 લાખ રૂપિયાના ખર્ચે 1 લાખ લીટરની નવી ટાંકી બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જાસલપુર ગામના ગ્રામજનોને અઢી લાખ લીટરની ક્ષમતા ધરાવતા સંપમાંથી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે, જે પાણીની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થશે અને ગ્રામજનોને સુવિધાઓ પૂરી પાડશે

(1:26 PM IST)