<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

યુવાનો, તૈયારી કરો... વર્ગ-૩ની પપ૦૦થી વધુ જગ્‍યાઓ પર ભરતી થશે

સરકારના જુદા-જુદા વિભાગો માટે ગૌણ સેવા પસંદગી મંડળ (સી.સી.ઇ.) પરીક્ષા લેશેઃ ટુંક સમયમાં જાહેરાતઃ અમૂક નિયમોમાં ફેરફારની શકયતા

 

રાજકોટ, તા. ૨૩: ગુજરાતમાં સરકારી નોકરી કરવા ઈચ્‍છતા યુવાનો માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ૩ ની મોટી ભરતીની પૂર્વ તૈયારી થઈ રહી છે. ટૂંક સમયમાં ૫૫૦૦ થી વધુ જગ્‍યાઓ માટે કમ્‍બાઈન્‍ઙ કોમ્‍પિટિટીવ એક્‍ઝામ આવે તેવા નિર્દેશ છે.

જાણવા મળ્‍યા મુજબ રાજ્‍ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ કેડરમાં ભરતી થતી રહે છે .વર્ગ ૩ ની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજે છે. સરકારના જુદા જુદા વિભાગોમાં ક્‍લાર્ક કક્ષાની સંખ્‍યાબંધ જગ્‍યાઓ ખાલી છે .તેના માટે વિભાગવાર જરૂરિયાત દર્શાવતી માહિતી સરકાર દ્વારા મંગાવવામાં આવેલ તે મુજબ ૫૫૦૦થી વધુ જગ્‍યાઓ માટે ભરતી કરવાની થાય છે .સરકારે ૨૦૨૬ ના વર્ષમાં જ ભરતી પ્રક્રિયા કરવાનું નક્કી કર્યું છે. જેમાં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્‍યુએટ  કક્ષાની રહેશે. જુદા જુદા પ્રકારના અનામતના ધોરણો સરકારી નિયમ મુજબ રહેશે. સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા વર્ગ-૨ ની ભરતી પરીક્ષામાં અમુક નિયમમાં ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે. સરકાર કક્ષાએથી ભરતી પ્રક્રિયાને આખરી મંજૂરી મળે પછી ટૂંક સમયમાં ગૌણ સેવા  પસંદગી મંડળ જાહેરાત પ્રસિદ્ધ કરાવી અરજીઓ મંગાવશે. આ ભરતીમાં લાખો યુવાનો સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપે તેવા સંજોગો છે. સરકારી ક્ષેત્રે સેવા આપવા ઈચ્‍છા ઈચ્‍છા યુવાનો જાહેરાત પ્રસિદ્ધ થવાની રાહ જોઈ રહ્યા છે.(૬.૧૮)

(3:47 PM IST)