<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો સપાટો : અમદાવાદના વાસણામાં હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા

દર્શિલ વાછાણી અને હરિકૃષ્ણ રૈયાણીને 1,186 ગ્રામ હાઈબ્રીડ ગાંજાના 41.50 લાખની કિંમતના જથ્થા મળી કુલ ૪૨,૩૮,૮૧૦ ના મુદ્દામાલ સાથે પકડીલેવાયા

અમદાવાદ : ડૉ કે એલ એન રાવ, IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓની સુચના આધારે નિર્લિપ્ત રાય, IPS, નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના સીધા સુપરવિઝન હેઠળ તથા મયુર ચાવડા, IPS, પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર વિસ્તારમાં ડ્રગ્સ-ગાંજાની હેરાફેરી/વેચાણ અંગે બાજ નજર રાખી, એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કેસો શોધવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને કામ સોંપવામાં આવેલ.
  સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ બાતમી હકિકત મળેલ કે, બે શખ્શો નામે દર્શીલ ભરતભાઈ વાછાણી (હે,.જય ફ્લેટ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રતાપકુંજ સોસાયટી, વાસણા, અમદાવાદ શહેર ) તથા તેનો મળતીયો હરીકૃષ્ણ કિશોરભાઈ રૈયાણી ( રહે. ચોક્સી નગર, ઉમવાડા રોડ, ગોંડલ, જિ.રાજકોટ ગ્રામ્ય) નાઓ વાસણા જી.બી.શાહ કોલેજ તરફથી કેટલોક હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈ વાસણા પ્રતાપકુંજ સોસયાટીના નાકે છુટકમાં વેચાણ કરનાર છે” તે માહિતી આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ટીમ તથા બે સરકારી પંચો સાથે વોચ-તપાસમાં રહી સદર જગ્યાએથી ઉપરોક્ત બન્ને ઈસમોને હાઈબ્રીડ ગાંજો ૧ કિલો ૧૮૬ ગ્રામ, કિં.રૂ.૪૧,૫૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪૨,૩૮,૮૧૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ઉપરોક્ત બન્ને આરોપીઓ તથા તેઓની પંચો રૂબરૂની પુછપરછમાં જણાયેલ ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર વોન્ટેડ કુલ-03 આરોપીઓ વિરૂધ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) પોલીસ સ્ટેશન, ગુ.રા., ગાંધીનગર ખાતે ગુ.ર.નં.૧૧૯૯૫૦૦૧૨૬૦૦૦૫/૨૦૨૯, ધી નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ-૧૯૮૫ ની કલમ-૮(સી), ૨૦(બી)૨(બી), ૨૯ મુજબનો ગુનો તા.૨૩/૦૧/૨૦૨૬ ના રોજ દાખલ કરી, ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની પુછપરછમાં તેઓ વાસણા ખાતે જય ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહી જય ફ્લેટના નાકે તથા તેની નજીક આવેલ જી.બી.શાહ કોમર્સ કોલેજમાં ગાંજાનું છુટક વેચાણ કરતા હતા 

(8:00 PM IST)