<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે વર્ષ 2024 બેચના ભારતીય વન સેવાના પાંચ અધિકારીઓ

તેમણે અધિકારીઓને જનભાગીદારી સાથે પર્યાવરણ સંરક્ષણને જનઆંદોલન બનાવવાની દિશામાં કાર્ય કરવા આહ્વાન કર્યું

ગાંધીનગર : વર્ષ 2024 બેચના ભારતીય વન સેવાના પાંચ અધિકારીઓએ આજે લોકભવનમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ અવસરે રાજ્યપાલએ અધિકારીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને વન સંરક્ષણ, પર્યાવરણ સંતુલન તથા ટકાઉ વિકાસની દિશામાં સમર્પિત ભાવના સાથે કાર્ય કરવા પ્રેરણા આપી હતી.

રાજ્યપાલએ જણાવ્યું કે, વન સેવા અધિકારીઓ પ્રકૃતિ, વન્યજીવન અને માનવ સમાજ વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે અધિકારીઓને જનભાગીદારી સાથે પર્યાવરણ સંરક્ષણને જનઆંદોલન બનાવવાની દિશામાં કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.

(8:24 PM IST)