<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું દુઃખદ અવસાન: ઉત્તરાખંડમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન

તેમના અચાનક અવસાનથી ગુજરાતી કલા જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ: દાયકાઓ સુધી રંગમંચને જીવંત રાખનાર આ તેજસ્વી કલાકારના જવાથી ગુજરાતી નાટ્ય સૃષ્ટિએ એક અનમોલ રત્ન ગુમાવ્યું

ગુજરાતી રંગભૂમિના અગ્રગણ્ય કલાકાર, દિગ્દર્શક અને ગાયક રાજૂ બારોટનું નિધન થયું છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા રાજૂ બારોટને ત્યાં અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી કલા જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. 

 ગુજરાતી- શહેર અમદાવાદની પોતીકી રંગભૂમિને વફાદાર રંગકર્મીના અવસાનથી સમગ્ર કલાજગતમાં શોકનો માહોલ છે. 
 

રાજૂ બારોટ માત્ર એક કલાકાર નહોતા, પરંતુ ગુજરાતી નાટ્ય જગતની એક સંસ્થા સમાન હતા. તેમણે વર્ષ 1977માં ભારતની પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ બાદ તેઓ NSD રિપર્ટરી કંપનીના સભ્ય પણ રહ્યા હતા. રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કારકિર્દીની તકો હોવા છતાં તેમણે પોતાની માતૃભૂમિ ગુજરાત પરત ફરવાનું પસંદ કર્યું અને પોતાનું સમગ્ર જીવન ગુજરાતી રંગભૂમિના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું.

(9:59 PM IST)