<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

રાજપીપળા નગરપાલિકા એ PM SVANidhi યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ કર્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા: વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને PM SVANidhi યોજનાનો કાર્યક્રમ તીરુવનંતપુરમ,  કેરળ ખાતે યોજવામાં આવેલ, જેના અનુંસંધાને તા.૨૩/૦૧/૨૦૨૬ ના રોજ  રાજપીપળા નગરપાલિકાનો કાર્યક્રમ તાલુકા પંચાયત સભાખંડ નાંદોદ ખાતે યોજવામાં આવ્યો.

PM SVANidhi યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકા NULM મેનેજર NULM સમાજ સંગઠક   લીડ બૅન્ક મેનેજર તેમજ વિવિધ બેંકના પ્રતિનિધી તેમજ બહોળી સંખ્યામાં શેરી ફેરિયાઓ હાજર રહેલ જેમાં 15 લાભાર્થીઓને અલગ અલગ રકમના (15000, 25000, 50000 ) ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

(10:39 PM IST)