News of Friday, 23rd January 2026
ગુજરાત સરકારની ખેલ મહા કુંભની ફૂટબોલ મેચમાં નિયમ ભંગ બાબતે માથાકૂટ બાદ પોલીસ બોલાવી પડી
જૂનાગઢ ગ્રામ્ય અને વલસાડની ટિમો વચ્ચેની મેચમાં વલસાડની ટીમે મહારાષ્ટ્રના પ્લેયરને રમાડતા નિયમનો ભંગ થવા મુદ્દે બબાલ થઈ

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળાના સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના ખેલ મહા કુંભની ફૂટબોલ મેચ શરૂ થઈ હતી પરંતુ રમતના નિયમોનો ભંગ થવા બાબતે બન્ને ટીમો વચ્ચે માથાકુટ થતા પોલીસ બોલાવવાની નોબત આવી હતી.
નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલા સ્પોર્ટ ગ્રાઉન્ડમાં જૂનાગઢ ગ્રામ્ય અને વલસાડની ટિમો વચ્ચે મેચ શરૂ થઈ હતી પરંતુ રમતના નિયમોનો ભંગ કરી વલસાડની ટિમમા મહારાષ્ટ્રના એક પ્લેયરને રમાડવામાં આવ્યો હોવાનો મુદ્દો જુનાગઢની ટીમ દ્વારા ઉઠાવવામાં આવતા આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા.
વધુમાં ટુર્નામેન્ટમાંના નોડલ ઓફિસર પોતેજ વલસાડની ફુટબોલ ટીમના કોચ પણ હોવાનો ઘટસ્ફોટ થતા વલસાડની ટીમનું ફેવર કરવાના આરોપો પણ જૂનાગઢની ટિમ દ્વારા કરાવમાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે ત્યારે
આ ટુર્નામેન્ટ 24 કલાકથી અટકી પડી હોવાના અહેવાલ વચ્ચે જૂનાગઢની ફૂટબોલ ટીમ દ્વારા મીડિયા સામે આ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા અને આક્ષેપો કર્યા હતા કે આ ટુર્નામેન્ટમાં વલસાડની ટીમને ચેમ્પિયન બનાવવાનું પેહલે થીજ નક્કી હોય એ રીતે આયોજન થયું છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
