<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ગુજરાતમાં ૨૦૨૯ સુધી ૬.૬૨ કરોડ ટીવી દર્શક થશેઃ વર્ષે ૨. ૨૧ ટકા વધારો

IIMAના અધ્‍યાપકોનો ટીવી ફયુચર અંગે રિપોર્ટ જાહેર : ગામોમાં ૨.૨૪ ટકાનો વધારોઃ ઈન્‍ટરનેટ સબસ્‍ક્રાઈબર્સ વધવા સાથે દર દસ લાખે ૨૦ ટકા ટીવી દર્શકો વધે છે

અમદાવાદ,તા.૨૪: આઈઆઈએમ અમદાવાદના ઈકોનોમિક્‍સના પ્રોફેસરો દ્વારા ફયુચર ઓફ ટીવી(ટેલિવિઝન) ઈન ઈન્‍ડિયા નામનો એકવિસ્‍તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે.જેમાં જુદા જુદા મોડલ-આંકડાઓનો અભ્‍યાસ કરીને સમગ્ર દેશમાં અને વિવિધ રાજ્‍યોમાં ૨૦૨૯ સુધીમાં ટીવી દર્શકોની સંખ્‍યા કેટલે પહોંચશે તેનો અંદાજ રજૂ કરવામા આવ્‍યો છે.જે મુજબ ગુજરાતમાં ૨૦૨૯ સુધીમાં ટીવી જોનારાઓની સંખ્‍યા ૬.૬૨ કરોડે પહોંચશે.હાલ ગુજરાતમાં ૬.૨૦ કરોડ જેટલા ટીવી દર્શકો છે અને આગામી ત્રણથીચાર વર્ષમાં ૪૦ લાખ દર્શકો વધશે.

આઈઆઈએમ અમદાવાદના  ઈકોનોમિક્‍સ વિભાગના સીનિયર પ્રોફેસર વિશ્વનાથ પિગલી, ઓપરેશન એન્‍ડ ડિસિઝન સાયન્‍સના પ્રોફેસર અંકુર સિન્‍હા અને એકેડેમિક એસોસિએટ ઓઈન્‍ડ્રેલિા બેનર્જી દ્વારા ભારતમાં ટેલિવિઝનના ફયુચરને લઈને આંકડાકીય સર્વે મોડલ તૈયાર કરવામા આવ્‍યુ છે.જેમાં રજૂ કરાયેલા તારણો મુજબ ભારતમાં દર વર્ષે ૨થી૩ ટકા ટીવી દર્શકો વધશે. ભારતના ઓછી આવક ધરાવતા રાજ્‍યો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ટીવી દર્શકોની સંખ્‍યામાં વધારો થઈ રહ્યો છે.દેશની માથાદીઠ આવકથી ઓછી માથાદીઠ આવક ધરાવતા રાજ્‍યોમાં ૨૫ મીલિયન ટીવી દર્શકો વધવાનો અંદાજ છે.૨૦૨૯ સુધીમાં સમગ્ર દેશમાં ટીવી જોનારાની સંખ્‍યા ૧ બિલિયન સુધી થવાનો અંદાજ છે. અધ્‍યાપકો દ્વારા ટીવી દર્શકોની  સંખ્‍યા વધવાની સંભવાનાઓ સાથે તૈયાર કરાયેલા રીગ્રેશન મોડલમાં રજૂ કરાયેલા રાજ્‍યવાર આંકડાઓ પ્રમાણે  ગુજરાતમાં(દિવ-દરમણ સાથે) ૨૦૨૯ સુધીમાં ૬૬.૨ મીલિયન એટલે કે ૬.૬૨ કરોડ જેટલા ટીવી દર્શકો થવાનો અંદાજ છે. હાલ ગુજરાતમાં ૬૨ મીલિયન એટલે કે ૬.૨૦ કરોડ ટીવી દર્શકો છે.ગુજરાતમાં વાર્ષિક ૨.૨૧ ટકાનો વધારો ટીવી જોનારાઓમાં થઈ રહ્યો છે.

બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડતેમજ મહારાષ્ટ્ર અને ગોવા સહિતના રાજ્‍યોમાં વાર્ષિક ૩ ટકા અને સમગ્ર દેશમાં હાલ ૯૬૭.૭ મીલિયન ટીવી ઓડિયન્‍સ છે જે ૨૦૨૯માં વધીને ૧૦૩૫ મીલિયન તેથીનો વધારો ટીવી દર્શકોમાં જોવા મળશે.જ્‍યારે ગ્રામ વિસ્‍તારોમાં ગુજરાતમાં હાલ ૪૦.૯ મીલિયન ટીવી દર્શક છે અને જે ૨૦૨૯ સુધીમાં ૪૩.૭ ટકા વધશે.

વાર્ષિક ૨.૨૩ ટકાનો વધારો ગ્રામ્‍ય વિસ્‍તારોના ટીવી દર્શકોમાં જોવા મળશે. આ રીપોર્ટના તારણો મુજબ ભારતમાં ૧૦ લાખ ઈન્‍ટરનેટ સક્રાઈબર્સે ૨૦ ટકા ટીવી દર્શકો વધી રહ્યા હોવાની સંભાવના ૯૫ ટકા છે. એટલે કે ૧૦ લાખ ઈન્‍ટરનેટ સબક્રાઈબર્સે બે લાખ ટીવી દર્શકો અંદાજે વધી રહ્યા છે.ઈન્‍ટરનેટ સબક્રાઈબર્સની સીધી હકારાત્‍મક અસર ટીવી દર્શકોની સંખ્‍યા પર પડી રહી છે. 

(10:18 AM IST)