<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

સુરતમાં બોગસ તબીબ કમલેશ કુમાર રાયને લસકાણા પોલીસે ઝડપી લીધો :અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે

વર્ષ 2025માં ધરપકડ થયાની છતાં તેણે પોતાની મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખી :ડિગ્રી વિના પણ તે એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન આપતો

સુરતમાં બોગસ તબીબ કમલેશ કુમાર રાયને લસકાણા પોલીસે પકડ્યા બાદ અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી દીધો છે. વર્ષ 2025માં ધરપકડ થયાની છતાં તેણે પોતાની મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ડિગ્રી વિના પણ તે એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન આપતો હતો, જે દર્દીઓને ખોટું સારવાર પૂરું પાડતો હતો. આ સુરતમાં બોગસ તબીબો સામે પહેલીવાર પાસા હેઠળ કાર્યવાહી છે. પોલીસની કડક કાર્યવાહી પછી અન્ય બોગસ તબીબોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.

(11:00 AM IST)