<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

પોરબંદર જિલ્લા પ્રજાસતાક દિનનું મુખ્‍ય ધ્‍વજવંદન રાણાવાવમાં યોજાશે

કુંવરજીભાઇ બાવળિયાના હસ્‍તે ત્રિરંગો લહેરાવાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૪ : પોરબંદર જિલ્લા પ્રજાસતાક દિનનું રાણાવાવમાં યોજાનાર મુખ્‍ય કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્‍તે ધ્‍વજવંદન થશે.

૭૭ માં પ્રજાસત્તાક પર્વની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણી રાણાવાવ સરકારી વિનિયન કોલેજ ખાતે તા.૨૬ જાન્‍યુઆરીના રોજ સવારે ૯:૦૦ કલાકે કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્‍થિતિમા થનાર છે અને મંત્રીશ્રી કુંવરજીભાઇ હસ્‍તે ધ્‍વજ વંદન કરવામાં આવશે.

(12:00 PM IST)