<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

સુરત રેલ્વે સ્ટેશન પર DRI નો સપાટો :કરોડોની કિંમતના માદક પદાર્થો સાથે વિદેશી મહિલા ઝડપાઇ : ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ

મુંબઈથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ મેઈલ ટ્રેનમાં સર્ચ ઓપરેશન: વિદેશી મહિલાની બેગમાંથી કોકેઈન 900 ગ્રામ, મેથાફેટામાઇન 50 ગ્રામ આ જપ્ત

સુરત :DRI ની સુરત ટીમને મોટી સફળતા મળી છે. સુરત રેલ્વે સ્ટેશન પરથી એક વિદેશી મહિલાને કરોડોની કિંમતના માદક પદાર્થો સાથે ઝડપી પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

DRI ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, મુંબઈથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ મેઈલ ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેન જ્યારે સુરત સ્ટેશન પર પહોંચી ત્યારે તેના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરી રહેલી વિદેશી મહિલા અગફેડો ઓસાટાહેવમેન જોયને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.

મહિલાની બેગની તપાસ કરતા તેમાંથી અત્યંત કિંમતી માદક પદાર્થો મળી આવ્યા હતા. કોકેઈન 900 ગ્રામ, મેથાફેટામાઇન 50 ગ્રામ આ જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

 

DRI એ વિદેશી મહિલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ડ્રગ્સનો જથ્થો તે મુંબઈમાં કોની પાસેથી લાવી હતી અને પંજાબમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે. આ ઓપરેશન દ્વારા ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે DRI એ ચક્રો ગતિમાન કર્યા છે અને આગામી દિવસોમાં મોટા નામો ખૂલે તેવી પૂરેપૂરી શક્યતા છે.

 

(11:38 PM IST)