<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ડીસા-રાધનપુર હાઈવે પર સર્જાયેલી હીટ એન્ડ રન:અજાણ્યા વાહને અડફેટે લેતા અડફેટે લેતા બાઇકસવાર યુવકનું ઘટના સ્થળે જ મોત

અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો: અન્ય એક વ્યક્તિ, પ્રવિણજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

બનાસકાંઠાના ડીસા-રાધનપુર હાઈવે પર સર્જાયેલી હીટ એન્ડ રનની એક ગમખ્વાર ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે

મળતી માહિતી મુજબ, ડીસા-રાધનપુર હાઈવે પરથી પસાર થઈ રહેલા બાઈકસવાર યુવકોને કોઈ અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

આ દુર્ઘટનામાં અન્ય એક વ્યક્તિ, પ્રવિણજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે પાટણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો

 

(11:40 PM IST)