News of Sunday, 25th January 2026
આબુ-પાલનપુર હાઈવે પર ઈકબાલગઢ વિસ્તાર નજીક અકસ્માત સર્જાતાં રાજસ્થાનના 7 લોકોએ જીવ ગુમાવ્યા
રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ટક્કર મારી : અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો

પાલનપુર તા.૨૫ : ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. આબુ-પાલનપુર હાઈવે પર ઈકબાલગઢ વિસ્તાર નજીક સાંજે સાત વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો. પ્રાથમિક તપાસ અનુસાર કારમાં સવાર પરિવાર રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહ્યો હતો.
રાજસ્થાનના 7 લોકોના મોત
પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક હાઈવે પર રોંગ સાઈડમાં જઈ રહી હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે. કારમાં સવાર લોકો એક દર્દીની સારવાર માટે પાલનપુર જઈ રહ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી 1 મહિલા અને 2 પુરુષોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક સાથે ટક્કર બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતાં હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
અમીરગઢ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તમામ મૃતકો રાજસ્થાનના છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
