News of Sunday, 25th January 2026
ધોળકાના ધોળી ગામ પાસે પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં આગ ભભૂકી : ધુમાડાના ગોટેગોટા
આગ ઝડપથી ફેલાઈને ગોડાઉન સુધી પહોચી જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની

અમદાવાદના ધોળકા તાલુકાના ધોળી ગામ પાસે આવેલી પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. કંપનીના બીજા માળે આગ લાગતાં, ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ ઘટનાની જાણ થતાં જ ધોળકા ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેના પગલે ધોળકા નગરપાલિકા તેમજ ચિરિપાલ કંપનીની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાઈને ગોડાઉન સુધી પહોચી હતી, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
