<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વકરી: પાટણમાં રેલી બાદ જીજ્ઞેશ મેવાણીએ ધારાસભ્ય કિરીટ પટેલ સામસામે આવ્યા

નામ લીધા વિના જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, હિતેન્દ્ર પીઠડિયાને મારવાનો ફાંકો હોય તો કાઢી નાંખજો. તારા જેવા ચણાનું ફુદુ એ પણ નહીં આવે

વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના વિવાદિત નિવેદનથી પાટણ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વીર મેઘમાયા સાતમની ઉજવણીના પ્રસંગે પાટણ આવેલાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આડકતરી રીતે નિશાન સાધીને મેવાણીએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. નામ લીધા વિના જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, હિતેન્દ્ર પીઠડિયાને મારવાનો ફાંકો હોય તો કાઢી નાંખજો. તારા જેવા ચણાનું ફુદુ એ પણ નહીં આવે

વીર મેઘમાયા સાતમ નિમિત્તે પાટણમાં રેલી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા સહિતના અનુસૂચિત જાતિના આગેવાનો જોડાયા હતા. આ ઉજવણી ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ જયાબેન શાહે એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડીયાને મારવાની વાત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે મૌન તોડતા જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, જે પણ માણસને મનમાં ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડીયાને પાટણની ધરતી પર મારીશું. તે ફાંકો કાઢી નાંખે. અમે ગુજરાતની સરકારને ઉંચી-નીચી કરનારા માણસો છીએ, તારા જેવા ચણાનું ફુદું એ નહીં આવે. જિજ્ઞેશ મેવાણીએ ઉમેર્યું કે, જો આટલો જ ફાંકો હોય તો જ્યાં સરદાર પટેલનું નામ બદલ્યું ત્યાં જઈને પોતાની તાકાત બતાવે.

વીર માયા સ્મારક ખાતે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, કોઈ રાજકીય પક્ષનો માણસ હિતેન્દ્ર પીઠડીયાને મારવાની વાત કરે તો પાટણ અને ગુજરાતના 50 લાખ દલિતોએ ચૂપ રહેવાનું છે. આ મુદ્દે જડબાતોડ જવાબ આપીશું. હું જે દિવસે આહવાન કરું તે દિવસે બધાએ મોટી સંખ્યામાં બહાર આવવાનું છે. મારી પાર્ટીનો હોય કે સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય. આત્મસન્માન માટે અમે કોઈ દિવસ સમાધાન કરતા નથી.

તેમણે ઉમેર્યું કે, કોઈના મનમાં ફાંકો હોય તો તમારા જેવી ચૌદશોનો ફાંકો કાઢવા જિજ્ઞેશ મેવાણીનો જન્મ થયો છે. મારા ભાઈ હિતેન્દ્ર પીઠડિયાનું નામ ફરીવાર લેતા વિચારજો. હું એ જ જિજ્ઞેશ મેવાણી છું. જેણે ભાનુભાઈ વણકરના બલિદાન વખતે આખી ગુજરાત સરકારને દોડતી કરી હતી. તારો તો ચણો ય નહીં આવે. જિજ્ઞેશ મેવાણીના વિવાદિત નિવેદનથી પાટણ કોગ્રેસનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના બે ધારાસભ્યો સામસામે આવી જતાં કોગ્રેસનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે

(8:12 PM IST)