News of Sunday, 25th January 2026
અમદાવાદની ખારીકટ કેનાલમાં પાણી છોડાયું: 1200 કરોડના વિકાસના કામ ઠપ્પ થઇ જશે
સંકલન વગર પાણી છોડી દેવાતા કામગીરી કરી રહેલ મશીનરી તાત્કાલિક બહાર કાઢવી પડી

અમદાવાદમાં ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ કેનાલમાં પાણી ફરી વળ્યા છે. ખારીકટ કેનાલનું છેલ્લા તબક્કાનું કામ બાકી હતું ત્યારે જ સિંચાઈ વિભાગે પાણી છોડયું હોવાનું કહેવાઈ રહ્યું છે. કેનાલમાં પાણી છોડાતા બે થી ત્રણ મહિના કેનાલ ઉપર થઈ રહેલા વિકાસના કામ હવે ઠપ્પ રહેશે. દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે, સિંચાઈ વિભાગમાં રજૂઆત કર્યાં બાદ પાણી છોડવામાં આવ્યું છે. સંકલન વગર પાણી છોડી દેવાતા કામગીરી કરી રહેલ મશીનરી તાત્કાલિક બહાર કાઢવી પડી હતી. જૂજ કામ બાકી હતું ત્યારે જ પાણી છોડવામાં આવતા 1200 કરોડનો પ્રોજેક્ટ ખોરંભાયો. છેલ્લા બે વર્ષથી ખારીકટ કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી અપાઈ રહ્યું.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
