તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 27th January 2026
ગુજરાતના યુવાનો આજે ‘જોબ સીકર નહીં, પણ જોબ ગિવર' બન્યાઃ હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીઃ મકરબા પોલીસ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના માહોલમાં આન-બાન-શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યોઃ પોલીસ જવાનોના શૌર્યપૂર્ણ કરતબો અને વિદ્યાર્થીઓની સાંસ્કળતિક કળતિઓએ જમાવ્યું આકર્ષણઃ વિવિધ વિભાગોના ટેબ્લો દ્વારા સરકારી યોજનાઓની ઝાંખી રજૂઃ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘ટ્રાફિક એક્શન પ્લાન' બુકનું વિમોચન અને પિકલ બોલ કોર્ટનું ઉદ્્ઘાટનઃ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું બહુમાન

અમદાવાદ તા.૨૭ :.. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સલામી આપી હતી તથા શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ ભારત માતા કી જય અને વંદે માતરમ ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.
શ્રી હર્ષભાઇએ પ્રજાસત્તાક પર્વના ઐતિહાસિક મહત્ત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતમાં બંધારણ આધારિત વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મસન્માનનો સૂર્યોદય થયો હતો. તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરના નેતળત્વમાં ઘડાયેલા સંવિધાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ પવિત્ર ગ્રંથે આપણને સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાની શક્તિ આપી છે.
તેમણે જણાવ્યું કે કનૈયાલાલ મુનશી, સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા અનેક બંધારણ ઘડવૈયાઓ ગુજરાતની ધરતીએ આપ્યા છે અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બંધારણીય મૂલ્યોને દેશના વિકાસમાં ચરિતાર્થ કરી રહ્યા છે. અમદાવાદના ઐતિહાસિક વારસા વિશે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સાબરમતીના સંત મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની આ કર્મભૂમિ સત્ય, અહિંસા અને લોખંડી મનોબળનો સંગમ છે.
તેમણે ૧૯૩૦ની ઐતિહાસિક દાંડીકૂચનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ ભૂમિએ હંમેશાં દેશને આઝાદી અને વિકાસની દિશા ચીંધી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સર્વસમાવેશક અને ટકાઉ વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. અમદાવાદ આજે ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બનીને વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
શહેરના આધુનિક માળખાકીય પરિવર્તન વિશે શ્રી સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના વિઝનથી સૂકોભઠ્ઠ રહેતો સાબરમતીનો પટ આજે રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને ક્રૂઝ જેવી સુવિધાઓથી વિશ્વના પ્રવાસન નકશા પર ચમકી રહ્યો છે.
વધુમાં, નાયબ મુખ્યમંત્રીશ્રીએ ‘વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્ર હેઠળ લોથલ ખાતે બની રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિશે વાત કરતા કહ્યું હતું કે આ મ્યુઝિયમ ભારતની હજારો વર્ષ જૂની દરિયાઈ વેપાર સંસ્કળતિને વિશ્વ સમક્ષ રજૂ કરશે. પર્યાવરણની જાળવણી માટે નળ સરોવર પક્ષી અભયારણ્ય એ આપણી ધરોહર છે. પર્યાવરણ સંરક્ષણ માટે આપણે ‘મિશન ફોર મિલિયન ટ્રી' જેવાં અભિયાનો પર ભાર મૂકયો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ વિશે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઊભરી રહ્યું છે અને ૨૦૩૬ના ઓલિમ્પિકની યજમાની માટે સજ્જ થઈ રહ્યું છે. તેમણે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ જેવી વૈશ્વિક ઇવેન્ટ્સ પણ અહીં યોજાવાની છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની મજબૂત સ્થિતિ અંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધી રહી છે. ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં ૫,૪૮૨ જેટલા ડ્રગ્સ પેડલરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મહિલા સુરક્ષા અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, દીકરીઓ પર અત્યાચાર ગુજારનારા ૧૪ નરાધમોને ફાંસીની સજા અપાવી ગુજરાત દેશભરમાં ઝડપી ન્યાય પ્રક્રિયામાં ટોચના ક્રમે છે. આ ઉપરાંત, ૯૦૭ ગુનેગારોને આજીવન કેદ અને ૧,૫૦૦થી વધુ કેસોમાં માત્ર ૧૫ થી ૩૦ દિવસમાં ચાર્ટશીટ દાખલ કરી પોલીસે રેકોર્ડબ્રેક કામગીરી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંગઠિત ગુનાખોરી ડામવા માટે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં વર્ષ ૨૦૨૫માં જ ૩૩૮ ગુંડાઓને જેલભેગા કરાયા છે. પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકોને શોધવાના અભિયાનમાં ૬૬,૪૯૭ બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે, જેમાંથી ૧૭,૪૭૧ બાળકોને છેલ્લા પાંચ વર્ષમાં તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવાયું છે. ગુંડા તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવીને તે જમીનનો ઉપયોગ નાગરિકોના હિતમાં કરવાની નેમ પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.
આ ઉજવણી અંતર્ગત વિવિધ સાંસ્કળતિક અને સાહસિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શિવ સ્તુતિ, યોગ પ્રદર્શન, લોકનળત્ય અને પિરામિડ ફોર્મેશન જેવી કળતિઓ રજૂ કરવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા શક્તિ અને શિસ્તના દર્શન કરાવતા ડોગ સ્ક્વોડ, માઉન્ટેડ પ્રદર્શન, રાયફલ ડ્રીલ અને એસ.ઓ.જી. (SOG) ડ્રીલના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા ટેબ્લો પ્રદર્શન દ્વારા જનકલ્યાણકારી યોજનાઓની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ-અધિકારીઓ, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
