<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય : રાજ્યના ૧૪૫ નાયબ મામલતદારોની સામૂહિક જિલ્લા ફેરબદલીના આદેશ જાહેર : જુઓ સંપૂર્ણ સૂચિ

સચિવાલય ખાતેથી ડેપ્યુટી મામલતદાર વર્ગ-૩ના કર્મચારીઓની બદલીનો ઘાણવો ઉતારાયો : અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓના અધિકારીઓની નવી જગ્યાએ નિમણૂક : ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ થયા બાદ અમલવારીની સૂચના

રાજકોટ : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ૧૪૫ જેટલા નાયબ મામલતદારો (વર્ગ-૩) ની જિલ્લા ફેરબદલીના હુકમ કરવામાં આવ્યા છે. સચિવાલય ખાતેથી ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા આ સત્તાવાર આદેશ મુજબ, સંબંધિત કલેક્ટરો દ્વારા મળેલી અરજીઓ અને સરકારની વિચારણાના અંતે આ બદલીઓ કરવામાં આવી છે.
બદલી પામેલા કર્મચારીઓની યાદી અને નવી નિમણૂક:
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ જે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેમાં નીચે મુજબના નામોનો સમાવેશ થાય છે:
અમદાવાદથી આરતીબેન બી. ગોહિલની જુનાગઢ, ડાંગથી દીપેશ ધીરુભાઈ ભીલની આણંદ, બનાસકાંઠાથી અલ્પેશકુમાર નટવરલાલ રાવલની વડોદરા, પંચમહાલથી પ્રજ્ઞેશ વી. પ્રજાપતિની સાબરકાંઠા અને તાપીથી કાંતિલાલ એસ. ખોખરિયાની અરવલ્લી ખાતે બદલી કરાઈ છે. આ ઉપરાંત હેમંતકુમાર પાવગઢી (નવસારી), ધવલકુમાર જોશી (અરવલ્લી), ફાલ્ગુની રાજપરા (વડોદરા), ભાવિકા પટેલ (સાબરકાંઠા) અને દીપકભાઈ શ્રીગોરની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.
સુરતથી વિકાસ વાઘેલાની વડોદરા, દેવભૂમિ દ્વારકાથી સોનલ નિનામાની અરવલ્લી અને ડાંગથી એમ.એ. ચરપોટની વડોદરા ખાતે બદલી થઈ છે. મહીસાગરથી જયદીપકુમાર પટેલ (મહેસાણા), ગીર સોમનાથથી જયના સોરઠિયા (રાજકોટ), અને મહેન્દ્રસિંહ ચૌહાણની સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે. દાહોદથી ડી.બી. પાટીલ (સાબરકાંઠા), છોટા ઉદેપુરથી સુજલકુમાર પરમાર (આણંદ), ગીર સોમનાથથી રાજેશભાઈ વાણીયા, આર.આર. ખેર અને ગાયત્રીબા મોરીની સુરેન્દ્રનગર ખાતે બદલીના આદેશ અપાયા છે. દિવ્યેશકુમાર પટેલની નવસારી, જયુદીપકુમાર પ્રજાપતિની આણંદ, સોનુભાઈ બારિયાની આણંદ અને તૃપ્તિબેન ગામીતની તાપી ખાતે બદલી થઈ છે.
યાદીમાં અન્ય નામોમાં કાર્તિકકુમાર પરમાર (અરવલ્લી), જે.બી. પરમાર (આણંદ), પાયલ કટારા (અરવલ્લી), મહેશ પરમાર (રાજકોટ), રાજેશકુમાર ભટોળ (સુરત), જીજ્ઞેશ સાદરણી (રાજકોટ), મનહર પરમાર (ભાવનગર), અશ્વિન ચાવડા (સુરેન્દ્રનગર), કુલદીપ પટેલ (સુરત) અને પારિતાબેન સોની (સાબરકાંઠા) નો સમાવેશ થાય છે. વિકાસ પટેલની મહેસાણા, બીપીનકુમાર ગામીતની તાપી, નીતિનકુમાર દરજીની મહીસાગર, પ્રતાપભાઈ ઉધરેજાની રાજકોટ અને રીટાબેન મહીડાની સુરેન્દ્રનગર ખાતે બદલી થઈ છે.
રાજેશકુમાર ગઢવી (ખેડા), ભાવિકાબેન પટેલ (સાબરકાંઠા), દિવ્યેશકુમાર પટેલ (વલસાડ), સહદેવસિંહ ચાવડા (બોટાદ), કરણસિંહ પરમાર (ભાવનગર), શૈલેષ દેસાઈ (સાબરકાંઠા), બી.એમ. ચુડાસમા (બોટાદ), હીરલબેન પટેલ (સાબરકાંઠા) અને અનિલકુમાર ચૌધરીની સુરત બદલી કરાઈ છે. મિલન નિમાવત (રાજકોટ), હર્ષા નિર્મલ (રાજકોટ), જશવંતભાઈ ચૌધરી (પાટણ), ભાવનાબેન આહીર (પાટણ), અનિલકુમાર ડામોર (સાબરકાંઠા) અને અમિતકુમાર સાંગડાની દાહોદ ખાતે બદલી કરવામાં આવી છે.
હાર્દિકકુમાર પટેલ (મહેસાણા), મહેબૂબખા સુખ (ભાવનગર), સવિનયકુમાર પરમાર (સાબરકાંઠા), ધવલકુમાર પરમાર (પંચમહાલ), અર્પિતકુમાર પટેલ (નવસારી), એમ.એન. ભટ્ટ (આણંદ), નીલ્પા લાકોડ (વડોદરા), કલ્પના ગામેતી (અરવલ્લી), વિષ્ણુકુમાર સુતરીયા (સાબરકાંઠા) અને ગણપત વઢેકાણીયાની સુરેન્દ્રનગર ખાતે બદલી કરાઈ છે. યશપાલસિંહ ચુડાસમાની ભાવનગર, રોનકકુમાર પુરાણીની વડોદરા, ચંદ્રીકાબેન પરમારની આણંદ અને પંકજ કોડિયાતરની રાજકોટ ખાતે બદલી થઈ છે.
વધુમાં, સહદેવસિંહ વાલાની આણંદ, મહેઝબીન આઈ. સુમરાની જામનગર, જયશ્રીબેન પટેલની વલસાડ, દર્શન સાવધારીયાની સુરેન્દ્રનગર, સતીષકુમાર માલની મહીસાગર, મહેશ સાકરીયાની રાજકોટ અને દિવ્યા ગામીતની સુરત ખાતે બદલી થઈ છે. આરતી સોની (સાબરકાંઠા), જીલુભા બારડ (સુરત), સહદેવસિંહ વાનાર (આણંદ), પોપટજી મકવાણા (સાબરકાંઠા), નીલમ પરીખ (વડોદરા), નિકિતા પટેલ (મહેસાણા), મનસુખ વાળા (ગીર સોમનાથ), જયેશભાઈ ડામોર (અરવલ્લી), સી.એન. ખક્ખર (રાજકોટ), સુનીલકુમાર કામોળ (દાહોદ) અને વનરાજસિંહ ચૌહાણની સાબરકાંઠા ખાતે બદલી કરાઈ છે.
પ્રજાપતિ સુરેશકુમાર (સાબરકાંઠા), સંદીપકુમાર ડામોર (દાહોદ), એચ.એમ. ડોડિયા (સુરેન્દ્રનગર), રવિપ્રકાશ પટેલ (સાબરકાંઠા), ઉમેદસિંહ ચાવડા (જુનાગઢ), સ્નેહલભાઈ ચૌધરી (નવસારી), ભરતકુમાર ચૌધરી (ખેડા), હરદીપસિંહ રાઠોડ (સુરેન્દ્રનગર), રિતેશ દેસાઈ (પાટણ) અને સુનીલ હળપતિની નવસારી ખાતે બદલી થઈ છે. વાય.પી. ગોસ્વામી (રાજકોટ), નીરવ પંડ્યા (ભાવનગર), વિજયકુમાર કટારા (સાબરકાંઠા), કાજલ લાખાણી (રાજકોટ), ઉર્વી પટેલ (સાબરકાંઠા), પ્રફુલકુમાર બારોટ (સાબરકાંઠા), હરપાલસિંહ ગોહિલ (વડોદરા), દિલીપસિંહ મકવાણા (અરવલ્લી), પંકજભાઈ રાઠોડ (ભરૂચ), વીણાબેન બારંડા (અરવલ્લી), ગૌરવ ગઢવી (મહેસાણા), પ્રિયા આહીર (સુરત) અને એન.એન. ડામોરની આણંદ ખાતે બદલી કરાઈ છે.
વિશાલ દેસાઈ (પાટણ), નીરજકુમાર ગોસ્વામી (સુરત), મયુરકુમાર સાંગડા (દાહોદ), નીરવ પટેલ (પંચમહાલ), રાજેશકુમાર વઢેકાણીયા (સુરેન્દ્રનગર), પ્રદીપસિંહ ગોહિલ (વડોદરા), મિતેશકુમાર વસાવા (ભરૂચ), ધીરેન ચૌધરી (અરવલ્લી), કેતનકુમાર શર્મા (નર્મદા) અને અજયસિંગ ગામીતની સુરત ખાતે બદલી થઈ છે. મયુરકુમાર ગામેતી (અરવલ્લી), મંકાડા મુર્તુઝા સાયફુદીનભાઈ (રાજકોટ), વનરાજસિંહ મોરી (સુરેન્દ્રનગર), વિરલ લિંબાચીયા (સાબરકાંઠા), દર્શના સોસા (જુનાગઢ), સમીર પરીખ (સાબરકાંઠા), જે.કે. મકવાણા (સુરેન્દ્રનગર), વિરાજ પટેલ (વલસાડ), કૈઝર સિંધી (રાજકોટ), ભાવના પંડોર (વડોદરા), વિરાજ કરમટા (જુનાગઢ), ચિરાગ રાઠોડ (દાહોદ), પ્રશાંત દવે (ભાવનગર) અને વિજયકુમાર પટેલની સુરત ખાતે બદલી કરવામાં આવી છે.
બદલી માટેની શરતો અને સૂચનાઓ:
મહેસૂલ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ બદલીઓ સ્વવિનંતીથી કરવામાં આવી હોવાથી કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું ભાડાભથ્થું કે જોઈનીંગ ટાઈમ મળવાપાત્ર રહેશે નહીં. તમામ કર્મચારીઓને બદલીવાળા જિલ્લામાં કલેક્ટર દ્વારા ગમે તે સ્થળે નિમણૂક આપી શકાશે. જે કર્મચારીઓની નિમણૂક ચૂંટણી પંચની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-૨૦૨૬’ ની કામગીરીમાં કરવામાં આવી છે, તેઓની બદલીનો અમલ આ કામગીરી પૂર્ણ થયા બાદ જ કરવાનો રહેશે. જો કોઈ કર્મચારી બદલી માટે ઈચ્છુક ન હોય, તો તેણે ૨ દિવસમાં વિભાગને રિપોર્ટ કરવાનો રહેશે. આ હુકમ રાજ્યપાલના આદેશથી સેક્શન અધિકારી રવિ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

(7:12 PM IST)