<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ગુજરાત મહેસૂલ વિભાગનો વહીવટી ફેંસલો : રાજ્યના ૨૦૭ મહેસૂલી તલાટીઓની સ્વ-વિનંતીથી જિલ્લા ફેરબદલીના આદેશ જાહેર : જુઓ સંપૂર્ણ સૂચિ

સચિવાલય ખાતેથી વર્ગ-૩ના કર્મચારીઓની બદલીનો મોટો ગંજીપો ચીપાયો : અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, મોરબી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં નવી નિમણૂકો : ચૂંટણીલક્ષી કામગીરી બાદ અમલવારીની સૂચના

રાજકોટ : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને કર્મચારીઓની સ્વ-વિનંતીને ધ્યાને રાખીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ૨૦૭ જેટલા મહેસૂલી તલાટી (વર્ગ-૩) ની જિલ્લા ફેરબદલીના હુકમ કરવામાં આવ્યા છે. સચિવાલય, ગાંધીનગર ખાતેથી ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા આ સત્તાવાર આદેશ મુજબ, વિવિધ કલેક્ટર કચેરીઓ હેઠળના કર્મચારીઓની અરજીઓ પર વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
બદલી પામેલા ૨૦૭ કર્મચારીઓની વિગતવાર યાદી:
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ જે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેમાં નીચે મુજબના નામોનો સમાવેશ થાય છે:
૧ થી ૫૦: મહાવીરસિંહ વાઘેલા (અમદાવાદ), જયદીપસિંહ ઝાલા (અમરેલી), ઉત્તમસિંહ ચૌહાણ (અરવલ્લી), સુનિલ રાવલ (પાટણ), ભીમાભાઈ રબારી (પાટણ), રામજીભાઈ સટોણીયા (સુરેન્દ્રનગર), કનુભાઈ ચૌધરી (વાવ-થરાદ), વિપુલ ચાભડીયા (જામનગર), એ.એચ. ગોટી (સુરત), ખુશબુ પરમાર (અમદાવાદ), નિધિબેન સુથાર (મહેસાણા), વત્સલ કારિયા (જુનાગઢ), ધરતીબેન સોની (અમદાવાદ), સમીર કંસારા (બનાસકાંઠા), સંજય રાવલ (ગાંધીનગર), મયુરસિંહ ગોહિલ (ભાવનગર), એચ.વી. બાજરીયા (સુરત), ધાર્મિક અંબાલિયા (મોરબી), હસમુખ વણઝારા (અમદાવાદ), જયવીરસિંહ વિહોલ (મહેસાણા), શંકરભાઈ ઘાંચી (વાવ-થરાદ), દીપક બાગલા (બનાસકાંઠા), શિલ્પાબેન ઝાલા (ખેડા), રવિરાજસિંહ પરમાર (સુરેન્દ્રનગર), કિંજલબેન પટેલ (સાબરકાંઠા), સુભાષ પટેલ (બનાસકાંઠા), ચંદ્રદીપસિંહ ગોહિલ (ભાવનગર), અશોક મકવાણા (ભાવનગર), વિશાલકુમાર જાદવ (સુરત), કુલદીપ બાવિશી (સુરત), જયશ્રી સોલંકી (અમદાવાદ), હીરાલબેન મકવાણા (સાબરકાંઠા), રાધાબેન પોરિયા (અમરેલી), રાજુભાઈ બાવળીયા (સુરેન્દ્રનગર), ચિરાગ ઠાકર (પાટણ), આશિષ ડાંગર (મોરબી), અજયકુમાર વણકર (સાબરકાંઠા), નિશાબેન ચૌધરી (સાબરકાંઠા), પાર્થ વાઘેલા (અમદાવાદ), વિક્રમ દેસાઈ (અમદાવાદ), ભરત મોદી (બનાસકાંઠા), અશ્વિન માલમ (જુનાગઢ), ગુમાનસિંહ વાઘેલા (મહેસાણા), જયદીપસિંહ ગોહિલ (ભાવનગર), સબિહા મન્સૂરી (અમદાવાદ), ચેતનાબેન નાંદવા (ભાવનગર), ગીતાબેન ચૌધરી (સાબરકાંઠા), જીજ્ઞાબેન પટેલ (અમદાવાદ), રાજેશ માંકોલીયા (બોટાદ), હરેશ સરસૈયા (મોરબી).
૫૧ થી ૧૦૦: બ્રિજેશ મથોલીયા (બોટાદ), મયંક પટેલ (સાબરકાંઠા), વિજયસિંહ સોલંકી (આણંદ), ગૌરવ પટેલ (અરવલ્લી), આર.વી. લેઉવા (અમદાવાદ), દિલીપકુમાર ચૌધરી (પાટણ), સંદીપ ગોહિલ (ગીર સોમનાથ), હિરેન સોલંકી (પંચમહાલ), ફાલ્ગુનીબેન સોલંકી (અમદાવાદ), મહેશ ભાલિયા (અમરેલી), મણીબેન ઝાલા (ગીર સોમનાથ), અવની લાઢવા (ભાવનગર), દર્શનકુમાર ચૌધરી (સાબરકાંઠા), સંજય દેસાઈ (અમદાવાદ), ટી.આર. પટેલ (અમદાવાદ), દીપક સોની (બનાસકાંઠા), ચેતના દાહિમા (જુનાગઢ), ભૂમિકા રાઠોડ (અમદાવાદ), હિતેન્દ્રસિંહ વિહોલ (ગાંધીનગર), જીવતીબેન રામ (જુનાગઢ), વૈભવ ઓઝા (રાજકોટ), અલ્પેશભાઈ દેસાઈ (અમદાવાદ), પૃથ્વીરાજ મસાણી (સુરેન્દ્રનગર), મહિપાલસિંહ ચંપાવત (સાબરકાંઠા), દશરથભાઈ ચૌધરી (ગાંધીનગર), સોનગરા હમરાજસિંહ (ગાંધીનગર), રાહુલ દરજી (બનાસકાંઠા), વીરેન્દ્રસિંહ વાઘેલા (મહેસાણા), ચેતનકુમાર દેસાઈ (અમદાવાદ), રવિના જાદવ (રાજકોટ), શ્રીપાલ પટેલ (અમદાવાદ), દિલીપકુમાર બારૈયા (ભાવનગર), રાયમલ સિસોદિયા (ગીર સોમનાથ), ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ગાંધીનગર), નવનીત વાઘેલા (અમદાવાદ), વિજય ખેર (અમદાવાદ), ઈશ્વરભાઈ દેસાઈ (પાટણ), વૈશાલી વાણિયા (પાટણ), બીજલ રબારી (બનાસકાંઠા), એચ.એચ. પટેલ (અમદાવાદ), પ્રવિણ સોલંકી (સાબરકાંઠા), દિનેશ ચૌધરી (બનાસકાંઠા), નિકુલભાઈ રબારી (સાબરકાંઠા), દિગ્વિજયસિંહ વાઘેલા (ગાંધીનગર), રમેશભાઈ ચૌધરી (મહેસાણા), રિતેશ ચૌધરી (પાટણ), પ્રિયંકાબા સોઢા (જામનગર), ભરતભાઈ ચૌધરી (મહેસાણા), જાલ્પા ત્રિવેદી (ભાવનગર), અરવિંદ પટાણી (અમદાવાદ).
૧૦૧ થી ૧૫૦: પ્રકાશ માલી (વાવ-થરાદ), સચિન ચૌધરી (અમદાવાદ), એકતાબેન રબારી (અમદાવાદ), ભાવિક પટેલ (બનાસકાંઠા), પી.એન. દેસાઈ (બનાસકાંઠા), ભગવાનભાઈ ભુતડિયા (બનાસકાંઠા), સુરેશકુમાર ઠાકોર (અમદાવાદ), સુરેશકુમાર રબારી (ખેડા), પુષ્પા વાઘેલા (અમદાવાદ), હાર્દિક દેસાઈ (અમદાવાદ), સેજલબેન પરમાર (ગીર સોમનાથ), નિકિતા રાઠોડ (અરવલ્લી), જંજીબેન પરમાર (જુનાગઢ), રમેશકુમાર વાળા (ભાવનગર), દર્શન જોશી (ભાવનગર), વિલાસ મકવાણા (બોટાદ), જીજ્ઞેશ પટેલ (સાબરકાંઠા), જીતેન્દ્રકુમાર ચૌહાણ (પાટણ), જયા મોઢવાડિયા (પોરબંદર), પ્રિયંકાબેન પરમાર (અમદાવાદ), ઉર્વિશ મહેરિયા (અમદાવાદ), દિનેશ સુવા (દેવભૂમિ દ્વારકા), યોગેશ ખાંડલા (સુરેન્દ્રનગર), ભાવેશકુમાર પરમાર (મહેસાણા), રાજેશભાઈ વાઘેલા (બનાસકાંઠા), ભૂમિકાબેન પટેલ (અમદાવાદ), નિલેશ ચાવડા (સાબરકાંઠા), દિનેશ ચૌધરી (બનાસકાંઠા), કૃપાલ પ્રજાપતિ (બનાસકાંઠા), હિરેન વાળા (રાજકોટ), પાયલબેન રબારી (અમદાવાદ), જીગીશા રાઠોડ (અમદાવાદ), અર્પિતા વાઘેલા (ખેડા), નરેશકુમાર તવિયાડ (મહીસાગર), યશવંતસિંહ ગોહિલ (ગાંધીનગર), અનિલ ચૌધરી (બનાસકાંઠા), મહેન્દ્રકુમાર પરમાર (અમદાવાદ), અખિલકુમાર સક્સેના (ગાંધીનગર), વિપુલ ચૌધરી (બનાસકાંઠા), વિજય અઘારા (સુરેન્દ્રનગર), દીક્ષિત પ્રજાપતિ (સાબરકાંઠા), ફેમિદા ખોરાજિયા (મોરબી), કેતનકુમાર ચૌધરી (મહેસાણા), રમેશકુમાર પટેલ (વાવ-થરાદ), હિતેશકુમાર પરમાર (અમદાવાદ), નિલેશકુમાર પટેલ (સાબરકાંઠા), અર્ચનાબેન જાલેલા (ભાવનગર), હર્ષાબેન ચૌહાણ (ગીર સોમનાથ), સંકેત રબારી (આણંદ), ચિરાગ ભાગીયા (સુરેન્દ્રનગર).
૧૫૧ થી ૨૦૭: પંકજભાઈ ગોહિલ (બોટાદ), હાર્દિપસિંહ રાઠોડ (આણંદ), મિત્તલબેન પરમાર (અમદાવાદ), પ્રજ્ઞાબેન પટેલ (અમદાવાદ), રોહિતકુમાર ચૌધરી (મહેસાણા), ચિરાગ ચૌધરી (મહેસાણા), હિરેન પટેલ (મહેસાણા), હિતેશ દેસાઈ (અમદાવાદ), દીપુબેન જોગડીયા (અમદાવાદ), મનીષકુમાર પ્રજાપતિ (ગાંધીનગર), ક્રિષ્ના ઓડેદરા (પોરબંદર), હાર્દિક સોલંકી (ગાંધીનગર), અજયસિંહ મકવાણા (સાબરકાંઠા), જ્યોતિ મોરી (ભાવનગર), કાજલબેન મોરી (ગીર સોમનાથ), વી.જે. કિયાડા (રાજકોટ), પૂજા પટેલ (અમદાવાદ), યુવરાજસિંહ પરમાર (સાબરકાંઠા), રેણુકાબેન પરમાર (અમદાવાદ), નરેશકુમાર પરમાર (ભાવનગર), મયુર જોશી (બોટાદ), નિલેશ પંડ્યા (સાબરકાંઠા), વનિતાબેન પરમાર (અમદાવાદ), મનોજકુમાર દેસાઈ (પાટણ), વિપુલકુમાર રાજપૂત (મહેસાણા), કલ્પેશકુમાર પ્રજાપતિ (મહેસાણા), આકાશ પારેખ (અમદાવાદ), કેવલ દિહોરા (ભાવનગર), ઘનશ્યામભાઈ પીપલ્યા (સુરત), ઈલાબહેન પાનોત (ભાવનગર), દર્શિત પટેલ (મહેસાણા), યોગેશ્વરી પ્રજાપતિ (સાબરકાંઠા), નિતિન બારોટ (બનાસકાંઠા), દિવ્યાબેન દેસાઈ (સાબરકાંઠા), અભિષેક ચંદ્રબોધી (અમદાવાદ), કરણસિંહ રાજપૂત (બનાસકાંઠા), પુનમસિંહ મકવાણા (સાબરકાંઠા), દીપક પરમાર (અમદાવાદ), રિદ્ધિબેન ઠાકર (ભરૂચ), સુજિતકુમાર સુતરિયા (સાબરકાંઠા), નિકુલસિંહ ચૌહાણ (મહેસાણા), ડિમ્પલ રામ (ગીર સોમનાથ), જયેશભાઈ રબારી (સાબરકાંઠા), હિતેશ ડેર (રાજકોટ), સ્નેહલબા ચૌહાણ (અમદાવાદ), જનક હડિયાલ (ભાવનગર), પ્રીતિપાલસિંહ ચુડાસમા (બોટાદ), ઝંખના પટેલ (રાજકોટ), રાહુલ મકવાણા (અમદાવાદ), ભાવિન ગોજિયા (જામનગર), હારુન મન્સૂરી (બનાસકાંઠા), કેયુર પટેલ (મહેસાણા), ચિરાગ પરમાર (ગાંધીનગર), રામાભાઈ ચૌધરી (બનાસકાંઠા), ચેતનકુમાર જોખવા (અમદાવાદ), રિકિતા પટેલ (સાબરકાંઠા) અને દિનાક્ષી કાછેલા (જુનાગઢ).
બદલી માટેની આકરી શરતો અને સૂચનાઓ:
મહેસૂલ વિભાગે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આ જિલ્લા ફેરબદલીઓ સ્વ-વિનંતીથી કરવામાં આવી હોવાથી કર્મચારીઓને કોઈ પણ પ્રકારનો જોઈનીંગ ટાઈમ કે ભાડા ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં. બદલી પામેલા કર્મચારીઓએ તેમની પ્રવરતા (Seniority) ગુમાવવાની રહેશે અને નવા જિલ્લામાં હાજર થવાની તારીખથી તેમની સિનિયોરિટી ગણવામાં આવશે. આ ઉપરાંત, કર્મચારીઓ હવે પછી ફરીથી અન્ય જિલ્લામાં બદલીની માંગણી કરી શકશે નહીં.
જો કોઈ કર્મચારી આ બદલી માટે ઈચ્છુક ન હોય, તો તેણે ૨ દિવસમાં કારણોસહ વિભાગને રિપોર્ટ કરવાનો રહેશે. જે કર્મચારીઓની નિમણૂક ચૂંટણી પંચની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-૨૦૨૬’ ની કામગીરીમાં કરવામાં આવી છે, તેઓની બદલીનો અમલ આ કામગીરી પૂર્ણ થયા બાદ જ કરવાનો રહેશે. આ હુકમ મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી રવિ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

(7:21 PM IST)