News of Wednesday, 28th January 2026
નગરપાલિકાઓની સત્તા વધારાશેઃ રસ્તા રિપેર કરી શકશે
ટૂંકમાં રાજ્ય સરકારના નવા બજેટમાં સત્તાવાર જાહેરાત : પાલિકાદીઠ ગ્રાન્ટ કે નાણાકીય જોગવાઈ જાહેર થશે : ‘નગરપાલિકાના રસ્તા, નગરપાલિકાના નિર્ણય' થી વિલંબ ઘટશે, જવાબદેહી વધશેઃ અત્યાર સુધી સરકારની મંજૂરી, ગ્રાન્ટની માગણી કરવી પડતી હતી

અમદાવાદ તા.૨૮: અત્યાર સુધી દર વર્ષે ચોમાસા દરમિયાન તૂટી જતા રોડ-રસ્તાના સમારકામ કે તેને નવા બનાવવા માટે નગરપાલિકાઓને ગુજરાત સરકારની મંજુરી મેળવવી ફરજિયાત હતી અને તે માટે લાંબી વહીવટી પ્રક્રિયાની રાહ જોવી પડતી હતી. હવે ગુજરાત સરકારે આવા તૂટી ગમેલા કે ખખરાજ થઈ ગયેલા એક-રસ્તા રિપેર કરવા કે તેને નવા બનાવવા માટેની સંપૂર્ણ સત્તા નગરપાલિકાઓને આપવાનું નક્કી કર્યું છે. અલબત્ત, આ અંગે સત્તાવાર જાહેરાત અને આવશ્યક નાણાંકીય જોગવાઈ-ગ્રાન્ટની હાળવલી અંગે ૧૭મી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ થનારા રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કરાય તેવી શક્યતા નકારી શકાતી નથી. અર્થાત હવે ગુજરાત સરકાર રાજ્યમાં નગરપાલિકા શાસનને વધુ મજબૂત કરવા રસ્તાઓના પુનઃનિર્માણની સત્તા સીપી નગરપાલિકાઓને સોંપવાની વિચારણા કરી રહી છે. તેમ ગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
જેના કારણે રસ્તાના કામોમાં થતો સરકારી વિલંબ પટશે. નગરપાલિકાના રસ્તા, નગરપાલિકાના નિર્ણયથી સ્થાનિક નેતાગીરીની જવાબદારી વધશે. વર્ષ ૨૦૨૫-૨૦ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી એલી ગુજરાત સરકારનો આ સંભવિત નિર્ણય નગરપાલિકાઓને ખરા અર્થમાં સ્થાનિક સ્વરાજની સંસ્થા બનાવશે. આમ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સરકારે વર્ષે ૨૦૨૫-૩૧ના બજેટ અને ચોમાસાના આયોજનના ભાગરૂપે રાજ્યની ૧૪૯ નગરપાલિકા માટે કુલ ૧૦૭ કરોડની ગ્રાન્ટ ફાળવવા મંજૂરી આપી હતી. જેથી ચોમાસામાં ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રસ્તાઓનું તાત્કાલિક રિપેરિગ અને રિસરફેસિંગ કરી શકાય, આમ, ગુજરાત સરકારનો આ નિર્ણષ સંપૂર્ણપણે નવો નથી, પરંતુ તેની પદ્ધતિ અને સત્તાની મર્યાદામાં મોટો ફેરફાર કરવા અંગેનો છે. અગાઉ પણ સરકાર ચોમાસા પછી રસ્તા માટે વિશેષ પેકેજ આપતી હતી, પરંતુ તેની પ્રક્રિયા જટિલ હતી.
ગુજરાતમાં હાલમાં ૧૪૦ નગરપાલિકા કાર્યરત છે. જેમને વસતિ અને ભૌગોલિક વિસ્તારના આધારે A, B, C અને D એમ ચાર શ્રેણીમાં વહેંચવામાં આવી છે. અત્યાર સુધી આ ચારેય વર્ગની નગરપાલિકાઓ પાસે મર્યાદિત નાણાંકીય સત્તા હતી. વર્ષ ૨૦૨૫ દરમિયાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલિકાઓની નાણાકીય સત્તામાં ૫૦ ટકાનો વધારો કર્યો હતો અને નિષત રકમ મર્યાદા સુધીના કામો જાતે મંજૂર કરવાની સત્તા અપાઈ હતી.(૩૮.૨૬)
અગાઉ તૂટેલા રસ્તાના રિપેર માટે કેવી પ્રક્રિયા હતી?
ઞ્જ અગાઉ નગરપાલિકાઓને તૂટી ગયેલા રસ્તાઓની નુકસાનનો અંદાજ કાઢી સરકાર પાસે ગ્રાન્ટ માગવી પડતી.
ઞ્જ રસ્તો બનાવવા માટે માર્ગ-મકાન વિભાગ અથવા રિજનલ કમિશનરની ટેકનિક્લ મંજૂરી લેવી પડતી હતી.
ઞ્જ પાલિકાઓ પાસે માત્ર અમુક લાખ સુધીના જ કામની સત્તા હતી, મોટા કામો માટે ફાઈલ ગાંધીનગર જતી જેમાં મહિનાઓ નીકળી જતા હતા.
નવા નિર્ણયથી પાલિકાને થનારા સંભવિત લાભ : સમય બચશે, કામની ઝડપ વધશે
જ્જ નગરપાલિકા, તેમની સ્થાનિક જરૂરિયાત મુજબ ત્વરિત નિર્ણય લઈ શકશે, ટેન્ડરિગ પ્રક્રિયા સ્થાનિક સ્તરે થવાથી સમય બચશે.
જ્જ રાજ્ય સરકાર પરથી વહીવટી બોજ ઘટશે, કેન્દ્રીય કક્ષાએ માત્ર મોનીટરિગ અને ગુણવત્તાની ચકાસણી પર ધ્યાન આપી શકાશે.
જ્જ ચોમાસું પૂરું થતાં જ રસ્તાઓનું કામ શરૂ થશે, જેથી ખાડાઓ અને ટ્રાફિકની સમસ્યાથી જલદી છૂટકારો મળશે.
જ્જ જો રસ્તો ખરાબ બનશે તો નાગરિકો સીધા સ્થાનિક ચીફ ઓફિસર કે પ્રમુખને જવાબ પૂછી શકશે.
જ્જ સરકાર પણ રસ્તાની ગુણવત્તામાં બાંધછોડ ન કરવા માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની સિસ્ટમ દાખલ કરી શકશે.

(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
