News of Wednesday, 28th January 2026
સમાજમાંથી કુરિવાજો અંધશ્રધ્ધા વ્યસનોને જાકારો આપીને કન્યા કેળવણીને પ્રાધાન્ય આપોઃ અર્જુનભાઈ મોઢવાડીયા
પોરબંદર રામદેવ યુવક મંડળ દ્વારા દ્વિતીય સમૂહલગ્નમાં કેબીનેટ મંત્રી અર્જુનભાઈનું સંબોધનઃ નવા દંપતીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: નવા કુંભારવાડામાં રામદેવ યુવક મંડળ દ્વારા યોજાયેલ દ્વિતીય સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહીને રાજ્યના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સંબોધનમાં સમાજમાં કુરિવાજો અંધશ્રધ્ધા અને વ્યસનોને જાકારો આપીને કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું.
પોરબંદર નવા કુંભાર વાડાનાં શ્રી રામદેવ યુવક મંડળ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવની ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઋષિકુમારો એ વૈદિક શાષાોક્ત વિધિ દ્વારા નવ યુગલો લગ્નગ્રથિથી જોડાયા હતા અને નવ દંપતીઓએ વિદેશી ચીજ વસ્તુઓ ત્યજીને સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાના સંકલ્પ જાહેર કર્યો આ નવ દંપતીને સમાજના વિવિધ દાતાઓ દ્વારા અઢળક ગળહ પયોગી ચીજ વાશ્તુઓ આપવામાં આવી હતી.
નવા કુંભાર વાડાનાં શ્રી રામદેવ યુવક મંડળનાં પ્રમુખ શ્રી જગદિસભાઈ કે. મોકરીયા ઉપપ્રમુખ હસમુખભાઈ જે ભરડા શ્રેષ્ઠી દૂદાભાઇ બારૈયાએ ઉપસ્થિત મહાનુભાવોને શાલ ઓઢાડી અને પુષ્પ માળાઓ પહેરાવી સત્કાર કરવામા આવ્યા હતો. બાદ નવા કુંભારવાડાના સેવા કર્મી એવા સમાજ શ્રેષ્ઠીશ્રી હેમંતભાઇજી મોકરિયાએ આ સમૂહ લગ્નોત્સવ દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં દાતા ઓ નો સહયોગને બિરદાવી આ સમૂહ લગ્નોત્સવમાં જે ધન રાશિ મળે તેનો ઉપયોગ નવા કુંભારવાડામાં શ્રી રામદેવજી મહારાજના મંદિરના નિર્માણમાં થશે તેમાં વિગતો આપીને ઉપસ્થિત મહાનુભાવોને શબ્દ કુમ કુમ દ્વારા આવકાર આપ્યો હતો.
આ સમૂહ લગ્નોત્સવ અવસરે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાંડિયા રસ તેમજ, સવારે ૮ કલાકે દિવેચા કોળી સમાજ વંડી ખાતે શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે ધ્વજારોહણ, જાનના સામૈયા સવારે હસ્ત મેળાપ, અને ભોજન બપોરે ૧૨ કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું.
સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, એ જણાવ્યું હતુ કે સમાજમાં કુરિવાજો અંધશ્રધ્ધા અને વ્યસનોનું પ્રમાણ ખૂબ છે આ બદીઓ ત્યજીને કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવા આહવાન કર્યુ હતુ. આ પ્રસંગે કુતિયાણાનાં ધારા સભ્ય શ્રી કાંધલ ભાઈ જાડેજા, એ નવ દંપતીઓના સુખ સમળધ્ધિથી સંપન્ન બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પી આઈ શ્રી ચૌધરીએ ખોટા ખર્ચાઓ જે રકમ બચે તેમાંથી દિકરા દીકરીઓના અભ્યાસ માટે વાપરવા અનુરોધ કરી નવ યુગલો સમૂહ લગ્નોત્સવમાં જોડવા બદલ અભિનદન આપ્યા હતા. આ અવસરે ગોઢાણીયા બી એડ કોલેજનાં ડાયરેક્ટર કેળવણીકાર ડો.ઈશ્વરલાલ ભરડાએ વાલીઓને જણાવ્યું હતું કે જે દીકરી ગળહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે તેમને પુત્ર વધુ તરીકે નહીં એક પરિવારની દીકરી છે એ રીતે સાચવવા અનુરોધ કર્યો હતો. પરિવારના નવા વાતાવરણમાં આવતી દીકરીને પ્રેમ લાગણી અને પારિવારિક તોહ આપવાની શીખ આપી હતી.
જિલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતના બેન તિવારી, જિલ્લા કોળી સમાજના પ્રમુખ લીલાભાઈ ડાકી, તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડા, પાયોનિયર ક્લબનાં પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ ખોરાવા, સમસ્ત ખારવા સમાજના પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ, જિલ્લા કોળી સમાજ નવ રંગ ગરબી મંડળના પ્રમુખ શ્રી લાખાભાઈ મોકરીયા, જીલ્લા ઠાકોર કોળી સમાજના પ્રમુખ શ્રી અરજણભાઇ આંત્રોલિયા, ગ્રીન પોરબંદરનાં કોરડીનેટર શ્રી ધર્મેશ ભાઈ પરમારનાં પૂર્વ કાઉન્સિલર શ્રી ભરતભાઈ બામણીયા, જામ જામ જોધપુર નગર પાલિકાનાં પ્રમુખ ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ મુકેશભાઈ વિરમગામા સમાજ શ્રેષ્ઠી વશરામભાઈ સોલંકી મોહનભાઈ સોલંકી રૂડાભાઈ માલમજયંતિ લાલ સોલંકી શ્રી રામભાઈ મોકરિયા ભડ, શ્રી મનુભાઈ માવડીયા કેતનભાઇ ગોસાઈ સામતભાઈ ઓડેદરા શ્રી રામભાઈ આગઠ, અધિકારીઓ પદાધિકારીઓ સમાજ શ્રેષ્ઠીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી, નવદંપતિઓને સુખી દાંમ્પત્ય જીવન માટે શૂભાશિષ પાઠવ્યા હતા.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
