<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

પાવરગ્રીડ લાઇન સામે ખેડૂતો વિરોધ:12 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મહારેલી યોજાશે

સુરત,ભરૂચ,અંકલેશ્વર,નવસારી,વલસાડના ખેડૂતો જોડાશે:જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ:અઠવાલાઇન્સથી કલેક્ટર કચેરી સુધી મહારેલી

સુરત: પાવરગ્રીડ લાઇન સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. 12 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મહારેલી યોજાશે. 5 હજાર જેટલા ખેડૂતો વિરોધમાં જોડાશે. સુરત,ભરૂચ,અંકલેશ્વર,નવસારી,વલસાડના ખેડૂતો જોડાશે. જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ જોવા મળી છે. અઠવાલાઇન્સથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાશે. 1885ના ટેલિગ્રાફનો હવાલો આપી શોષણનો આરોપ છે. પાવરગ્રીડ કોર્પોરેશન અને સરકાર સામે વિરોધ નોંધાવશે.

(12:23 PM IST)