News of Wednesday, 28th January 2026
કૂવાની પાળી પર બેસીને ફોન પર વાત કરતા યુવાનને અચાનક ચક્કર આવતા તે કૂવામાં પડી જતા ડૂબી ગયો
ફાયર વિભાગે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો: સુરતના માંગરોળના કુંવારદા ગામે યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવારદા ગામે યુવક કૂવાની પાળી પર બેસીને ફોન પર વાત કરી રહ્યો હતો તે દરમ્યાન અચાનક યુવકને ચક્કર આવતા તે કૂવામાં પડી જતા ડૂબી ગયો હતો. બનવાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવારદા ગામે રહેતો કોમલ આર. સુરતી ગતરાતે ભોજન કર્યા બાદ ઘરની બહાર નીકળ્યો હતો અને કૂવાની પાળી પર બેસીને ફોન પર વાત કરી રહ્યો હતો દરમ્યાન તેને ચક્કર આવતા તેણે સંતુલન ગુમાવ્યું અને તે કૂવામાં પડી ગયો હતો.
યુવક કૂવામાં પડ્યો હોવાની જાણ થતાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિકોએ તેને બચાવવાની કોશિશ પણ કરી હતી બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક યુવક સુરતની ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
