News of Wednesday, 28th January 2026
સુરત જિલ્લામાં 19 વર્ષીય યુવક એરગન સાથે રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂકી દેતા ચકચાર
આખરે કીમ પોલીસે રીલ બનાવનાર યુવક પીયુશ ઉર્ફે પાર્થ દિલીપભાઇ ચૌધરી ધરપકડ કરી

સુરત જિલ્લામાં એક યુવકે પિસ્તોલ જેવી દેખાતી એરગન સાથે લગ્નમાં રીલ બનાવી સોશિયલ મીડિયા માધ્યમથી ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી હતી. આ કૃત્યથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો આ સોશિયલ મીડિયાના આધારે જિલ્લા પોલીસ ટિમ ને જાણકારી મળી હતી અને યુવક કિમ વિસ્તાર હોવાનું જાણ થતા સુરત ગ્રામ્ય પોલીસે કીમ વિસ્તારમાંથી એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે પોલીસે લબર મુછીયો યુવકને કાયદાનું ભાન કરાયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ પોતાના સાયબર ટિમ ધ્વરા અવાર નવાર સોશિયલ મીડિયા માધ્યમ મોનીટરીગ કરતા હોય છે જયારે દક્ષિણ ગુજરાત ની કોઈ રીલ દેખાય જેમાં કાયદો ભંગ થતો હોય તેવા વીડિયા લઈને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો આ વિડીયો બનાવનાર પર પગલાં ભરવાનું નિર્દેશ આપતા હોય છે ત્યારે આવો એક વિડીયોકીમ વિસ્તારમાંથી એક 19 વર્ષીય યુવક લગ્ન માં એક રીલ બનાવી ને પિસ્તોલ હાવમાં હાથ માં લઈને ડાન્સ કરતા દેખાતા હતો જેની તપાસ સુરત રૂરલ ના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાની આપમાં આવી હતી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સોશિયલ મીડિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
.આ તપાસમાં આ મોનિટરિંગ દરમિયાન કીમ પોલીસને બાતમી મળી હતી કે એક યુવકે પિસ્તોલ જેવા હથિયાર સાથે લગ્નમાં રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે. આ વીડિયોથી લોકોમાં ડર પેદા થઈ શકે તેમ હતું. અનુભવી અને સુરત ક્રાઇમ ફરજ બજવી ચૂકેલા ડીવાયએસપી આર.આર. સરવૈયાના માર્ગદર્શન હેઠળ કીમ પો.ઇન્સ. પી.ડી. કોટડીયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. એ.એસ.આઇ. યશપાલસિંહ અને પો.કો. દેવરાજભાઇએ વીડિયો અપલોડ કરનાર પીયુશ ઉર્ફે પાર્થ દિલીપભાઇ ચૌધરી (ઉ.વ. ૧૯)(રહે. જમરૂખ ગલી, કીમ ગામ, તા. ઓલપાડ)ની ઓળખ કરી હતી.કિમ પોલીસ પૂછપરછમાં યુવકે કબૂલ્યું હતું કે વીડિયોમાં દેખાતું હથિયાર અસલ પિસ્તોલ નહીં, પરંતુ એરગન હતી. તેણે માત્ર સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા અને લાઈક્સ મેળવવા માટે આ વીડિયો બનાવ્યો હતો.
જોકે, જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવા અને ભયનો માહોલ ઉભો કરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લબર મુછીયો યુવક પીયુશ ઉર્ફે પાર્થ દિલીપભાઇ ચૌધરીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું આવી રીતે સોશિયલ મીડિયા માધ્યમ રીલ બનાવી મુકવાથી લોકોમાં ડર ઉભો થઇ શકે છે સોશિયલ મીડિયા માધ્યમ રીલ બનાવનાર પીયુશ ઉર્ફે પાર્થ દિલીપભાઇ ચૌધરીએ સોશિયલ મીડિયા પોતાનો રીલ બાબતે માફી માંગી હતી અને હથિયાર સાથે રીલ નહિ બનવાનું જણાવ્યું હતું પોલીસ કાયદાનું ભાન કરાવશે આ બાબતે કિમ પોલીસે વધુ કાર્યવાહી હાથ ઘારી છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
