<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ગુજરાતમાં વાહનચોરી .માટે કૂવિખ્‍યાત ચોગડ ગેંગના ૧૩ ગુન્‍હામા વોન્‍ટેડ

૨૧ વર્ષના યુવાન રાકેશને ક્રાઈમ બ્રાન્‍ચ મધ્‍ય પ્રદેશથી ઉપાડી લાવી નો વોન્‍ટેડ ઇન સુરત, સીપીનું અભિયાન કાગળ પર નહિ હોવાનું કાબિલ ક્રાઇમ બ્રાન્‍ચના સ્‍ટાફે વધુ એક વખત સિધ્‍ધ કરતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તમામની પીઠ થાબડી જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્‍વ હેઠળ ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઈ. જાડેજા સ્‍ટાફના નાસ્‍તા ફરતા સ્‍કોડની બાતમી આધારે સફળ ઓપરેશન

રાજકોટ, તા.ર૮: નો ડ્રગ્‍સ ઈન સુરત, નો વોન્‍ટેડ ઇન સુરત અને માસૂમ વિરુદ્ધ, બાળકો વિરુધ અને સિનિયર સિટીઝન વિરુદ્ધના ગુન્‍હાઓ માટે લોકોના સહયોગથી અને પોલીસની જહેમતથી ચાલતા અભિયાન માત્ર કાગળ પર રહેતા નથી તેવું સુરત ક્રાઈમ બ્રાન્‍ચ સ્‍ટાફે સિદ્ધિ કરી દેતા પોલીસ કમિ‘ર અનુપમસિહ ગેહલોત દ્વારા તમામને અભિનંદન આપવામાં આવ્‍યા છે.

જોઇન્‍ટ પોલીસ કમિશનર રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળ તેમની ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઈ જાડેજા એસીપી કિરણ મોદીના સંકલનમાં સક્રિય બનેલ. જે અંતર્ગત મધ્‍યપ્રદેશના અલીરાજપુરની કુવિખ્‍યાત ચોગડ ગેંગના ૧૩ થી વધુ ગુન્‍હાના વોન્‍ટેડ આરોપી મધ્‍ય પ્રદેશ પોહચી ઉઠાવી લવાતા અંધારી આલમમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે.

૨૧ વર્ષની ઉંમરના રિતેશ ચોગડને નાસતા ફરતા સ્‍કોડની બાતમી આધારે સકંજામાં લેવામાં આવ્‍યો છે.(૬.૮)

 

(2:15 PM IST)