<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

રોજગાર ગેરંટીની નવી યોજનામાં લાભાર્થીઓને ઘણા લાભઃ નરહરિ અમીન

ગામડે ગામડે જઈ વીબી જી રામજીના લાભ વર્ણવતા સાંસદ

ગુજરાતના ભાજપના રાજયસભાના સભ્‍ય શ્રી નરહરિ અમીને ગાંધીનગર તાલુકાના જૂદા જૂદા ગામડાઓમાં જઈ લોકોને નવી રોજગાર ગેરંટી યોજનાની માહીતી આપેલ તે પ્રસંગની તસ્‍વીર

રાજકોટ, તા.૨૮: VB G RAM G (વિકસિત ભારત - રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ બિલ ૨૦૨૫) યોજનાના જન જાગરણ અભિયાન અંતર્ગત નરહરિ અમીન (સંસદસભ્‍ય, રાજ્‍યસભા) એ ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્‍દ્રા અને મોતીપુરા ગામે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ યોજનાના માધ્‍યમથી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને મળનારા વિકાસના અવસરો, રોજગાર તથા સ્‍વરોજગારની શકયતાઓ, યોજનાના હેતુ, લાભો તથા તેમજ સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંગે વિસ્‍તળત માહિતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.

શ્રી નરહરિ અમીને જણાવેલ કે, પહેલાની મનરેગા યોજનામાં ૧૦૦ દિવસનું કામ મળતું હતું, હવે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં બનેલી વિકસિત ભારત યોજનામાં ૧૨૫ દિવસ કામ મળશે. વાવણી અને કાપણીની મોસમમાં ૬૦ દિવસ સુધી આ કાયદા હેઠળ કામ નહીં થાય, જેથી ખેતીની સીઝનમાં શ્રમિકો ખેતીનું કામ કરી શકે. એટલે કે બીજી રીતે કહીએ તો જી રામ જીમાં ૧૨૫ અને ૬૦ દિવસ ખેતીની સીઝનના એમ ૧૮૫  દિવસની રોજગારી મળશે અને કળષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઊભો નહીં થાય. પહેલા કાર્યોનું અમલીકરણ સ્‍પષ્ટ ન હતું. માત્ર કામચલાઉ રસ્‍તાઓ, અધૂરી જળ સંરચનાઓ અથવા આયોજન વિનાના માટીના કામો કરવામાં આવતા હતા, યોગ્‍ય વિકાસ રોડમેપની ઉણપ હતી. જ્‍યારે હવે તમામ મંજૂર કાર્યોને ચાર સ્‍પષ્ટ રીતે વ્‍યાખ્‍યાયિત શ્રેણીઓમાં વ્‍યવસ્‍થિત કરવામાં આવ્‍યા છે.

પહેલા વહીવટી ખર્ચની મર્યાદા ૬% હતી. વહીવટી ખર્ચની મર્યાદાને વધારીને ૯% કરી દેવામાં આવી છે. દર છ મહિને સોશિયલ ઓડિટ (Social Audit) કરવું ફરજિયાત છે. માંગ-આધારિત વ્‍યવસ્‍થાને કારણે ઘણી વખત અધિકારીઓને એવા કામ ઘડવા પડતા હતા, જેની ખરેખર જરૂર નહોતી, જેનાથી સરકારી ધન અને શ્રમ બંનેનો બગાડ થતો હતો. હવે ગ્રામીણ કાર્યોની યોજના વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓના માધ્‍યમથી બનાવવામાં આવશે, જેને બ્‍લોક, જિલ્લા અને રાજ્‍ય સ્‍તર પર એકીકળત કરવામાં આવશે અને વિકસિત ભારત રાષ્‍ટ્રીય ગ્રામીણ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સ્‍ટેકમાં જોડવામાં આવશે.

કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકા ભાજપ પ્રમુખ નિયલભાઇ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ,  મધુર ડેરીના ડિરેકટર શ્રી, ત્રણે ગામના સરપંચશ્રીઓ, પાર્ટીના કાર્યકર્તા જયેન્‍દ્રભાઈ રાવલ, પ્રભાતભાઈ દેસાઈ, કનુભાઈ ચૌધરી, લાલભાઈ ચૌધરી, અશોકભાઈ ખંડેલવાલ, નટુજી ઠાકોર, નાગજીભાઈ ઠાકોર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મોતીપુરા ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્‍ય મણીભાઈ, મફતભાઈ, બળદેવભાઈ, જસુજી ઠાકોર અને ગામોના સામાજિક આગેવાનો તથા નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(3:21 PM IST)