<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

છોટાઉદેપુર જિલ્લા ભાજપના સંગઠન માળખાનું એલાન : પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ તમામ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરી : જુઓ સંપૂર્ણ સૂચિ

જિલ્લાના ૨૧ મુખ્ય હોદ્દેદારો સહિત યુવા, મહિલા, કિસાન અને વિવિધ મોરચાના પ્રમુખ - મહામંત્રીઓના નામો જાહેર : સંગઠનમાં તમામ મંડળોને અપાયું પ્રતિનિધિત્વ

છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નવી ગતિ આપવા માટે જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાયસિંગભાઈ રાઠવા દ્વારા સંગઠનાત્મક નિમણૂકોની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેના પરામર્શ બાદ, જિલ્લાના હોદ્દેદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં અનુભવી અને યુવા ચહેરાઓનો સમન્વય સાધીને આગામી સમય માટે મજબૂત ટીમ તૈયાર કરવામાં આવી છે.
જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દેદારોની યાદી
જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે રાઠવા દિનેશભાઈ ધાણકાભાઈ (છોટાઉદેપુર ગ્રામ્ય), રાઠવા વિજયભાઈ લછુભાઈ (ક્વાંટ), પરમાર (રાજપૂત) સજ્જનબેન અજયસિંહ (છોટાઉદેપુર શહેર), પટેલ મયુરભાઈ મુકેશભાઈ (પાવી જેતપુર), ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ (નસવાડી), ભીલ દિલીપભાઈ નરસિંહભાઈ (નસવાડી), શર્મા સંદીપભાઈ રામનિવાસ (બોડેલી) અને નાયકા કાળુભાઈ સોમાભાઈ (છોટાઉદેપુર ગ્રામ્ય) ની વરણી કરવામાં આવી છે.
સંગઠનના મહામંત્રી તરીકે બારીયા રમણભાઈ મનસુખભાઈ (કડવાલ), પટેલ પુષ્કરભાઈ મહેન્દ્રભાઈ (બોડેલી) અને રાઠવા મુકેશભાઈ જામસીંગભાઈ (ક્વાંટ) ને જવાબદારી સોંપાઈ છે. જ્યારે મંત્રી તરીકે પટેલ પરિમલભાઈ સુરેન્દ્રભાઈ, તડવી અરુણાબેન કમલેશભાઈ, રોહિત વર્ષાબેન અશોકભાઈ, રાઠવા ઉર્મિલાબેન રમેશભાઈ, રાઠવા વિલાસબેન જયેશભાઈ, ડુ.ભીલ સીમીબેન વિઠ્ઠલભાઈ, રાઠવા બાબુભાઈ પરશોત્તમભાઈ અને પંચોલી આશાબેન રમેશચંદ્રની નિમણૂક થઈ છે. આ ઉપરાંત કોષાધ્યક્ષ તરીકે શાહ નરેન્દ્રભાઈ શિવચરણ અને કાર્યાલય મંત્રી તરીકે રાઠોડ હિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહની પસંદગી કરવામાં આવી છે.
વિષેશ વિભાગો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ
પક્ષના પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયા વિભાગમાં રાઠવા જયદીપભાઈ, આઈ.ટી. વિભાગમાં પટેલ ભૌમિકકુમાર અને મીડિયા વિભાગમાં પટેલ મિતેશભાઈની સંયોજક તરીકે વરણી કરાઈ છે.
યુવા અને મહિલા મોરચો: યુવા મોરચાના પ્રમુખ તરીકે તડવી નિરવકુમાર રમણભાઈ અને મહામંત્રી તરીકે રાઠવા અશોકભાઈ તથા રાઠવા ઉમેશભાઈની નિમણૂક થઈ છે. મહિલા મોરચામાં પ્રમુખ તરીકે તડવી સ્નેહાબેન શૈલેષભાઈ તથા મહામંત્રી તરીકે જોશી જ્યોતિકાબેન અને રાઠવા બીનાબેનની વરણી કરાઈ છે.
કિસાન અને બક્ષીપંચ મોરચો: કિસાન મોરચાના પ્રમુખ તરીકે સોલંકી બળવંતસિંહ માવસિંહ અને મહામંત્રી તરીકે રાઠવા અવિનાશભાઈ તથા પટેલ મધુસુદનભાઈને જવાબદારી અપાઈ છે. બક્ષીપંચ (ઓબીસી) મોરચામાં પ્રમુખ તરીકે ડબગર સંજયભાઈ અરવિંદભાઈ અને મહામંત્રી તરીકે બારીયા ગોપાલભાઈ તથા પંચોલી ઉર્વીશકુમારની વરણી કરવામાં આવી છે.
SC, ST અને લઘુમતી મોરચો: અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે સકશેના વિનોદભાઈ ધુળાભાઈ અને મહામંત્રી તરીકે પરમાર રાહુલભાઈ તથા સોલંકી રાહુલભાઈની વરણી થઈ છે. અનુસૂચિત જન-જાતિ મોરચાના પ્રમુખ તરીકે ડું.ભીલ અરવિંદભાઈ સવજીભાઈ અને મહામંત્રી તરીકે રાઠવા ચંદ્રવદનભાઈ તથા રાઠવા ગણપતભાઈને મૂકવામાં આવ્યા છે. લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ચૌહાણ મુસ્તફાભાઈ મનવરભાઈ અને મહામંત્રી તરીકે કુરેશી સાદિકઅલી તથા રાઠોડ મકસૂદભાઈની નિમણૂક કરાઈ છે.
આ સમગ્ર નિમણૂકોની જાણ પ્રદેશ ભાજપના મોવડીઓ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા કરવામાં આવી છે.

(8:52 PM IST)