News of Thursday, 29th January 2026
વડોદરામાં એકજ દિવસે-એકજ સ્થળે બે વર્લ્ડ રેકોર્ડનો રેકોર્ડ સર્જાશે
૨જી ફેબ્રુઆરીની સાંજે પૂ.મહંત સ્વામીજીનો ૯૨મો જન્મોત્સવ ઉજવાશેઃ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મહંત સ્વામીજીને બહુમાનપત્ર એનાયત કરાશે : ૩૫૦ એકરના મહોત્સવ સ્થળે ૧૪,૦૦૦ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ

અટલાદરા મંદિર સામેના ગ્રાઉન્ડમાં સત્સંગી બહેનો પૂ. મહંત સ્વામીના ૯૨માં જન્મોત્સવમાં આવનારા ભક્તો માટે ફૂડ પેકેટની પૂર્વ તૈયારી કરતી દેખાય છે.
વડોદરા,તા.૨૯: બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂ.મહંત સ્વામીજીના ૯૨માં જન્મોત્સવ પ્રસંગે એકજ સ્થળે એકજ દિવસે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સંદર્ભે બે રેકોર્ડ્સ એનાયત કરશે. એમ, બાપ્સ અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસેતુ સ્વામી અને જ્ઞાનવત્સલ સ્વામીએ પત્રકારોને ઉલ્લેખ્યું હતું.
શહેર નજીક સયાજીપુરા-પાંજરાપોળ મેદાનમાં તા.૨.૨.૨૬ના રોજ પૂ.મહંત સ્વામીજીનો ૯૨મો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે. જે પ્રસંગે ૧૫,૯૬૬ બાળકો સત્સંગ દીક્ષાના ૩૧૫ શ્લોકનો એક સાથે મુખપાઠ કરશે.
બાપ્સના શિખરબદ્ધ-હરિમંદિરો પૈકી વિશ્વભરમાં ૧૨૦૦ મંદિરનું નિર્માણ કરાવનાર બહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીજીનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મહેત સ્વામીજીને એનાયત કરાશે. મહંત સ્વામીજીની નિશ્રામાં વિશ્વભરના ૧૮૦૦થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જૂતન થઈ રહ્યું છે. વિશ્વના પヘમિ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રોબિન્સવિલ, ન્યૂજસીમાં સ્વામિનારાયલ અક્ષરધામ, અબુધાબી સ્થિત બી.એ.પી.એસ. હિન્દુ મંદિરનું નિર્માણ કરાવ્યું છે.(૪૦.૧૩)
એક લાખ ઘરે પહોંચી આમંત્રણ પાઠવ્યું
બાપ્સના હરિભક્તો દ્વારા એક લાખ કરતાં વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ ભાવિકોને મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મહોત્સવ સ્થળે દેશ-વિદેશના લાખો ભક્તો ઉમટશે.
હજારો બાળકો સંસ્કૃત શ્લોકનો મુખપાઠ કરશે
બી.એ.પી.એસ. સંસ્થાના હજારો બાળકોએ સત્સગદીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. તદુપરાંત મહંત સ્વામીજી રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત જીવનની પ્રેરણા પુરી પાડે છે. -નિતાદ જાની
૭૨૦૦ પ્રેરણા સભાનું આયોજન
મહંત સ્વામી મહારાજના ૯૨માં જન્મોત્સવે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત લાભ પાંચમે ૧૪૦ ઔધોગિક એકમોમાં સંસ્થાના બાળ વિદ્વાનો દ્વારા મહાપૂજા, સૂરસાગરની પાળે ૧૨૯૨ બાળ-બાલિકાઓ દ્વારા ૨૯૨ ફુડ થકી વિશ્વશાંતિ યજ્ઞ, મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુરથી વડોદરા સુધી ૯૨ યુવાનો દ્વારા મશાલયાત્રા, મહા રક્તદાન કેમ્પ સહિત સત્સંગી બહેનો દ્વારા ૭૨૦૦ જેટલી વિશિષ્ટ પ્રેરણા સભાઓનું આયોજન કરાયું હતું.
વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોનો વિક્રમ
પ્રમુખ સ્વામીજીએ ૨૦૧૬ સુધી ૧૨૦૦ હિન્દુ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ વતી મહંત સ્વામીજી બહુમાન સ્વીકારશે. ઉલ્લેખનીય છે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થકી પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. સંસ્થાને સાંસ્કૃતિક સિદ્ધિઓ માટે અત્યાર સુધી પાંચ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
