News of Thursday, 29th January 2026
શહેરી અને સત્તામંડળ વિસ્તારોમાં ૧૦ ગુંઠાથી વધુ હોય તેવી કૃષિની જમીન NA કરવા સુધારો લવાશે
નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારો તેમજ સત્તામંડળોનું વિસ્તરણ થતા ટુકડા ધારામાં ફેરફાર કરાશે : ૧૦ ગૂંઠા ક્ષેત્રફળ કરતા ઓછો ટુકડો પાડી શકાશે નહીઃ મહેસૂલ વિભાગે કાયદાની જોગવાઇમાં ફેરફાર કરવા સૂચનો સૂચનો મગાવ્યા

અમદાવાદ તા.૨૯: ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા અંગેના ૧૯૪૭ના અધિનિયમમાં સરકાર ફેરફાર કરવા જઈ રહી છે. આ અધિનિયમનો હેતુ કૃષિ જમીન ધારણ કરેલી હોય તેમાં ટુકડા પડતા અટકાવવા માટેની જોગવાઇ હતી. જેથી કૃપિની જમીનનું યોગ્ય રીતે સંચાલન થઈ શકે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારો તેમજ સત્તામંડળોનું વિસ્તરણ થવા સાથે આસપાસ આવેલી કૃષિ-ખેતીની જમીનો વિકાસ યોજનાઓ હેઠળ રહેલાક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ઝોનમાં સમાવેશ થઈ ગયો હોવાથી તેમાં કાયદાકીય સુધારા વિધેયક લાવવામાં આવશે. જેમાં ૧૦ ગુંઠાથી વધુ કૃષિની જમીન હી તો તેને NA કરવા માટે સરકાર નક્કી કરે તે તારીખથી મંજૂરી આપવામાં આવશે.
મહેસૂલ વિભાગના જાહેર કર્યા મુજબ, ગુજરાત ફેગમેન્ટેશન પ્રતિબંધ કોલ્ડિંગ્સ સંઘટન અધિનિયમ-૧૯૪૭ ખેતીની જમીનનું યોક્કસ પ્રમાણ જળવાઈ રહે તે માટે લાવવામાં આવ્યો હતો. સાત દાયકા કરતા વધુ સમયથી અમલમાં રહેલા આ કાયદા ભાદ રાજ્યમાં જમીનના ઉપયોગની પેટર્ન અને ખેતીની પદ્ધતિનું સ્વરૂપ પણ બદલાયું છે. તેના કારકો હાલની સ્થિતિ પ્રમાણે તેની કેટલીક જોગવાઈઓમાં ફેરફાર અનિવાર્ય ભન્યા છે. શહેરો અને નગરપાલિકા વિસ્તારો મોટા થતા તેની નજીકમાં આવેલી કૃષિની જમીનો વિકાસ યોજના અંતર્ગત કેટલાક સ્થળે રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિકઝોનમાં પણ આવી ગઈ હોવાથી આવી જમીનો કૃષિ સિવાયના ઉપયોગ માટે વધુ યોગ્ય અને અનુરૂપ બની ગઈ હોવાથી તેમાં સુધારાની જરૂરિયાત ઊભી થઈ છે. બીજી તરફ અધિનિયમની જોગવાઈનો ઉલ્લંધન કરીને કરાપેલા આવા જમીન હસ્તાંતરણો અને વહેંચણીના કારલે જમીનના ટુકડાઓ પરના કબજાનો મામલો સર્જાયો છે. કાયદાકીય પ્રતિબંધ અને હકના દાખલા મુજબ અધિનિયમની જોગવાઈઓનો ભંગ બને છે. તેના કારણે કૃષિ સિવાયના ઉપયોગ માટે જરૂરી પરવાનગી મેળવવામાં અડચણો ઉભી થઈ રહી છે.
તેને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વર્ષો જૂના કાયદાની જોગવાઈમાં પુનઃવિચાર અને સુધારણા કરવાનું નક્કી કર્યું છે અને જનતા પાસેથી સૂચનો મગાવ્યા છે, જેમાં સરકાર નક્કી કરે તે તારીખથી તમામ પ્રકારની જમીનો માટે લઘુતમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરવા અને અને તેનાથી ઓછા ટુકડા પાડી શકાશે નહીં, તબદીલ કરી શકાશે નહીં કે વિભાજીત કરી શકાશે નહીં. તે સાથે વધુમાં વધુ પ્રમાલ (૧૦ ગુંઠા) ક્ષેત્રફળ કરતા ઓછો ટુકડો કોઈ રીતે પાડી શકાશે નહીં કે પાઠવાની મંજુરી પણ આપવામાં આવશે નહીં. ફક્ત જમીન સંપાદન થવાથી કે કુદરતી ભૌગોલિક પરિસ્થિતિ બદલાતા ટુકડો પડતો હોય તો જ મંજૂરી મળી શકરો..
સરકારના સૂચિત સુધારાનો લાભરાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારને મળશે. (૩૮.૨૬)
શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં દંડ ભરીને કૃષિ જમીનો નિયમિત કરી શકાશેઃ એડવોકેટ
સરકાર જે સુધારો લાવવા જઈ રહી છે તેના કારણે શહેરી વિસ્તારોમાં અગાઉ ભળી ગયેલી કૃષિ જમીનોને નિયમિત કરવામાં ફાયદો થશે તેવો અભિપ્રાય મહેસૂલી નિષ્ણાત વકીલ નિલેશ ત્રિવેદીએ વ્યક્ત કર્યો છે. અગાઉ જે ખેતીની જમીનોના વ્યવહારો થઇ ગયા હોય અને ટુકડા ધારાનો ભંગ થયો હોય તેવા કિસ્સામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સરકાર નક્કી કરે તે દંડ ભરીને તેની તબદિલી કે વેચાણ વ્યવહારને મંજૂરી આપી શકાશે.-એડવોકેટ
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
