News of Thursday, 29th January 2026
૧૫૦૦ કરોડથી વધુના ફ્રોડનો ૮ માસથી દુબઈ છુપાયેલ આરોપી દિવ્યેશ અંતે સુરત પોલીસની સીટના સકંજામાં
સામાન્ય લોકોને લાલચ આપી ઓળખ પ્રમાણપત્રો મેળવી મૂળ સૌરાષ્ટ્રના આ ભેજાબાજ દ્વારા બોગસ એકાઉન્ટ્સ ખોલાવી ચાઈનીઝ ગેંગને વેચાણ કરી નાખતા, ચોંકી ઉઠેલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશથી રચાયેલ સીટ ટીમ અંતે આરોપી સુધી પહોંચી ગઇ : સ્પેશ્યલ સીપી વાબાંગ જમીર, ડીસીપી ડો કાનન દેસાઈ, એસીપી વી.એમ જાડેજાના માર્ગદર્શનમાં ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન . દેસાઈ, Pi જે એસ. ઝાંબરેના નેતળત્વમાં PSI એમ. કે. ઈશરાણી અને સ્ટાફની સફળતા બદલ સીપી દ્વારા અભિનંદન પાઠવ્યા

રાજકોટ તા. સામાન્ય લોકોને લાલચ આપી તેમના આધારકાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ મેળવી વ્યવસ્થિત kyc બેંકમાં રજૂ કરી તેમના નામના રજિસ્ટર મોબાઇલ નંબરથી ખાતા ખોલી મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ ગુભાઓ આ આચરતી ચાઈનીઝ ગેંગને વેચાણથી આપી અંદાજે ૧૫૦૦ કરોડથી વધુના ફ્રોડના ૮ માસથી ધરપકડ ટાળવા દુબઇ ચાલ્યા ગયેલ આરોપીને આખરે પોલીસ કમિશનર અનુપમસિહ ગ્રહલોતના નો વોન્ટેડ ઇન સુરત અભિયાન હેઠળ મૂળ સૌરાષ્ટ અને હાલ dutt રહેતા જીતેન્દ્ ચક્રાણીને ઉધના પોલીસ મથકની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે.
સીપીની સૂચના અનુસાર, સ્પેશ્યલ પોલીસ કમિશનર વાબાગ જમીર, મદદનીશ પોલીસ કમિશનર ડો. કાનન દેસાઇ અને ર્ીણૂષ્ટ વી એમ.જાડેજાના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ અને સેકન્ડ પોલીસ pi જે.એસ ઝાંબરેના નેતળત્વ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે ઇશરાણી તથા સર્વેલેન્સ ટીમને આ સફળતા મળતા પોલીસ કમિ‘ર અનુપસિંહ ગેહલોત દ્વારા તમામને અભિનંદન આપ્યા હતી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
