News of Thursday, 29th January 2026
ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા
દેશની દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૯: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગળતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂતખ્ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘‘CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬'' નું આયોજન કરવામાં આવ્યું છે. ૨૮ જાન્યુઆરીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા ૨૨ ફેબ્રુઆરી સુધી એટલે કે ૨૫ દિવસ દરમિયાન ભારતની અંદાજે ૬,૫૦૦ કિલોમીટર લાંબી મેઈનલેન્ડ કોસ્ટલાઇન પર ભ્રમણ કરશે.
આ ઐતિહાસિક સાયક્લોથોનની પヘમિ દરિયાકાંઠાની ટીમનું પ્રસ્થાન ગુજરાતના કચ્છ સ્થિત ઐતિહાસિક લખપત કિલ્લાથી કરવામાં આવ્યુ છે, ૩૦ જાન્યુઆરીના રોજ મોરબી જીલ્લામાં આ સાયકલ યાત્રાનું આગમન થતા જીલ્લા વહીવટી અને રાજકોટ CISF યુનિટ તંત્ર દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવશે. માળીયા તાલુકાના સરવડ ગામ ખાતે સાંજે ૦૬:૦૦ થી ૦૮:૧૫ દરમિયાન વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે CISF રાજકોટ યુનિટને માળિયાથી જોડિયા સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં સાયક્લોથોન પ્રવળત્તિઓનું સંચાલન અને સંકલન કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ યુનિટ દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને માછીમારો, યુવાનો અને સ્થાનિક સમુદાયો સાથે સંવાદ કરી દરિયાઈ સુરક્ષા અંગે જાગળતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાયક્લોથોન ‘વંદે માતરમ' ના ૧૫૦ વર્ષ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે સમર્પિત કરવામાં આવી છે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
