News of Thursday, 29th January 2026
એસબીઆઇના સુરતના ૧૦૧ વર્ષના પેન્શનર હરેન્દ્રભાઇ સરેલ્યાનું સન્માન

રાજકોટ : સ્ટેટ બેન્કના નિવૃત પેન્શનરોના સંગઠન એસબીઆઇ પેન્શનર્સ એસોસીએશન ગાંધીનગર સર્કલ દ્વારા સંગઠનના વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત સ્ટેટ બેન્કના માત્ર ગુજરાતના જ નહીં પરંતુ, એક માત્ર આયુષ્યના ૧૦૦ વર્ષ પુરા કરનાર વડીલ પેન્શનર સુરત નિવાસી હરેન્દ્રભાઇ ચંપકલાલ સરેલ્યાનું સન્માન વડોદરા ખાતે તાજેતરમાં મળેલ રાજયવ્યાપી પેન્શનર્સ મીટમાં કરવાનું હતું. પરંતુ ઉંમરને લીધે આવી શકેલ નહીં, આથી એસબીઆઇ પેન્શનર્સ ઓસોસીએશનના સુરત વિભાગના રાજુભાઇ દેસાઇ અને અન્ય સાથીઓ તેમજ બેન્કના ઉચ્ચ અધિકારીઓએ શતાયુ પેન્શનર હરેશભાઇ સરેલ્યાના નિવાસસ્થાને રૂબરૂ જઇને ચરણસ્પર્શ કરીને શિલ્ડ, સ્મૃતિભેટ આપી તેમજ શાલ ઓઢાડીને શતાયુ વંદના કરવામાં આવેલ. એસબીઆઇપીએ ના જનરલ સેક્રેટરી કમાલભાઇ કાદરી અને પ્રેસિડેન્ટ આર.અને. ચોકસીએ શુભકામનાઓ પાઠવેલ.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
