News of Thursday, 29th January 2026
સોમવારે પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨માં જન્મજયંતી મહોત્સવની વડોદરા ખાતે થશે ભવ્ય ઉજવણી...
ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા મહંત સ્વામી મહારાજને અર્પણ કરાશે બહુમાનપત્ર : ૩૫૦ એકરના મહોત્સવ સ્થળે ૧૪ હજાર જેટલાં સ્વયંસેવકો દ્વારા ચાલી રહેલી તડામાર તૈયારીઓ

રાજકોટ : આગામી ૨ ફેબ્રુઆરી, સોમવારે સાંજે ૫થી ૮ વાગ્યા દરિમયાન બી.એ.પી.એસ.ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં ‘એ.પી.એમ.સી. માર્કેટ નજીક, નેશનલ હાઇવે-૪૮' ખાતે ઉજવવામાં આવશે.
આ મહોત્વમાં ઇંગ્લેન્ડથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારીઓ દ્વારા સ્વામીશ્રીનું બહુમાન કરવામાં આવશે.
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થાના ૧૫ હજાર કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત જીવનની પ્રેરણા પૂરી પાડે છે.
મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં - લાભ પાંચમના દિવસે ૧૪૦ ઓૈદ્યોગિક એકમોમાં સંસ્થાના બાળવિદ્વાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ, તેમજ બી.એ.પી.એસ. મહિલા પ્રવૃત્તિ અંતર્ગત ૭૨૦૦ જેટલી વિશિષ્ટ પ્રેરણા સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
