<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

લોનના બહાને છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું

સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગને દબોચ્યોઃપર્વત પાટિયા વિસ્તારમાં આ ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસે એક મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે

સુરત : સુરત સાયબર ક્રાઇમ પોલીસે લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આ ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસે એક મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે.

શહેરમાં લોન અપાવવાના બહાને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં ધમધમતા આ ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસે એક મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.ઝડપાયેલો ઠગબાજ પ્રવીણ ચૌહાણ અને તેનો સાથીદાર લોનની જરૃરિયાતવાળા લોકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ લોકોને સસ્તી અને સરળ લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લેતા હતા. એકવાર અરજદાર ફસાઈ જાય એટલે 'પ્રોસેસિંગ ફી' અને અન્ય ચાર્જના નામે હજારો રૃપિયા પડાવી લેતા હતા. રૃપિયા મળ્યા બાદ તેઓ લોન આપવાના બદલે સંપર્ક કાપી નાખતા હતા.

સુરત સાયબર ક્રાઇમ પોલીસને મળેલી બાતમીના આધારે પર્વત પાટિયા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મુખ્ય આરોપી પ્રવીણ ચૌહાણની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલ નમન ચૌહાણ નામનો અન્ય એક શખસ હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન, સિમકાર્ડ અને લેપટોપ સહિત કુલ રૃ. ૫૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(10:43 PM IST)