અમેરિકાએ ઇરાન ઉપર ઝીંકયો મહાબોંબ 10:48 AM
News of Friday, 30th January 2026
ગાંધીનગરમાં ૧૦૦ કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક 'ગ્રીન' ટુરિઝમ ભવન
આ નવું ભવન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વહીવટી કાર્ય માટે એક મુખ્ય કેન્દ્ર બની રહેશે.

અમદાવાદ : ગુજરાત પ્રવાસન નિગમ (ટીસીજીએલ) દ્વારા પાટનગર ગાંધીનગરમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું 'ટુરિઝમ ભવન' બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૦૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે. આ ભવન સેક્ટર ૧૦-બીમાં, એસબીઆઈ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસની નજીક આવેલા ૭,૦૦૦ ચોરસ મીટરના વિશાળ પ્લોટ પર આકાર લેશે.
ખાસ વાત એ છે કે આ ઈમારત સંપૂર્ણપણે 'ગ્રીન બિલ્ડિંગ' હશે, જેમાં ઊર્જા બચત અને પર્યાવરણ સુરક્ષાના માપદંડોનું પાલન કરવામાં આવશે. આ માટે સરકાર દ્વારા આર્કિટેક્ટ્સ પાસેથી બિડ મંગાવવામાં આવી છે. આ નવું ભવન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વહીવટી કાર્ય માટે એક મુખ્ય કેન્દ્ર બની રહેશે.
(1:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
