<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

જોજો, તહેવારોની ઉજવણીમાં કોઈ ગરબડ ન થાય... ડો. કે. એલ. એન રાવ : ઇદ, ચેટીચાંદ,હનુમાન જયંતિ સહિતના તહેવારોમાં ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ સીપી, રેન્‍જ વડા, જીલ્લા પોલીસવડા સાથેની વિડિઓ કોન્‍ફરન્‍સમાં મુખ્‍ય પોલીસ વડા દ્વારા એડવાયઝરી જાહેર તમામ ડીસીપી, એસપી દ્વારા જાતે પેટ્રોલિંગ કરવા, રૂટ નિરીક્ષણ કરવા, આયોજકો સાથે બેઠક યોજી તમામ વિગતો મેળવવી : IB દ્વારા મળેલ ઇનપુટ આધારે બંદોબત રણનીતિ તૈયાર કરવા પણ પોલીસ મહાનિર્દેક્ષક દ્વારા આદેશ અપાયા ભૂતકાળમાં રામનવમી, ગણપતિ ઉત્‍સવ સમયે આસામાજિક તત્‍વો દ્વારા થયેલ ગરબડોનું પુનરાવર્તન ન થાય તે માટે ગુપ્તચર વડા અશોક યાદવ દ્વારા સાવચેતીના સૂરો છેડાયાઃ લો એન્‍ડ ઓર્ડર હેડ રાજકુમાર પાંડિયન દ્વારા પણ કાયદો વ્‍યવસ્‍થા ચુસ્‍ત રહે તે માટે સૂચનો આપ્‍યા પાટણમાં અસમાજિક તત્‍વો દ્વારા પોલીસને ભગાડવાની ઘટનામાં મુખ્‍ય પોલીસવડા આકરા પાણીએ, પોલીસ ફોર્સ ઓછો હોય તો તુરંત જાણ કરી LCB, SOG મોકલી એ સમયે જ ખો ભૂલી જાય તેવી કાર્યવાહી પર ભાર મૂકયો....3:51 PM IST

કૃષિ, ઉદ્યોગ, ખેડૂત એક પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક શિખરો સર કરે તે પ્રકારે સરકારનો પ્રયાસ : સ્વદેશી અભિયાનમાં જોડાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામનગરના હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયુ : મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૧ કરોડ ૫૦ લાખના ખર્ચે નિર્મિત ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું ઈ-લોકાર્પણ કર્યું : હાપા એપીએમસી ખાતે ખેડૂત ભોજનાલય અને ગેસ્ટ હાઉસની સુવિધાથી ખેડૂતોને જમવા અને આરામ કરવાની સુવિધા મળશે : જો ખેડૂત સમૃદ્ધ હોય તો દેશ સમૃદ્ધિના શિખરો સર કરી શકે છે: કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા2:28 PM IST