<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સુરત શહેરમાં 2024 ની તુલનામાં કાયદો વ્યવસ્થામાં 2025 માં નોઘપાત્ર ઘટાડો : અનુપમસિંહ ગેહલોત

હત્યા ,વ્યથા,ઘરફોડ,સાદી ચોરી, જેવા ગંભીર ગુનાઓમાં ઘટાડો નોંધાયો:પ્રોહી , ડ્રગ્સ અને પાસા તેમજ અન્ય ગુનાઓમાં પોલીસ દ્વારા ગુનેગારોને જેલ ભેગા કરાયા :ગુજરાતમાં સૌથી વધુ ક્રાઈમ રેટનો ઘટાડો કમિશનરેટમાં સુરતમાં જોવા મળ્યો:આર્થિક ગુના અને સાયબર ક્રાઇમ ગુનામાં પણ મહત્વ સફળતા

સુરત :ઔધોગિક એકમને લઈને સુરતનો વિકાસ દેશમાં સૌથી વધુ થઈ રહ્યો છે સાથે સાથે વર્ષોથી સુરત શહેર ક્રાઈમ સાથે સંકળાયેલું રહ્યું છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખૂદ મેદાનમાં ઉતર્યા હતા અને  2024 ની તુલનામાં 2025 માં ક્રાઈમ રેટમાં મહત્તમ નોઘપત્રો ઘટાડો જોવા મળ્યો છે જમા હત્યા ,વ્યથા ,ઘરફોડ , ચોરી, જેવા ગંભીર ગુનામાં ઘટાડો નોંધો છે જ્યારે પ્રોહી કેસ ,ndps કેસ ,gp act135,પાસ  જેવા ગુનાઓમાં નોઘપત્રો વધારો જોવા મળ્યું છે


ભારતમાં સૌથી વધુ વિકાસ પામતું શહેર તરીકે ઓળખાતો સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા બાબતે રાજ્ય સરકાર પણ ચિત્ત હતી સુરત નો ઇતિહાસ પહેલેથી જ ગુનેગારોનો સ્વર્ગ તરીકે ઓળખાતો હતો ખાસ કરીને 84 બંદર તરીકે ઓળખાતો સુરત શહેરમાં અન્ય દેશ કે અન્ય જગ્યાથી આવીને ગુનેગારો રહેતા હતા જેમ જેમ સુરતનો વિકાસ થતો ગયો તેમ તેમ સુરતની વસ્તી વધતી ગઈ અને કાયદો વ્યવસ્થા બાબતે શહેરનું ગુનાહિત ઇતિહાસમાં પણ અવલ નંબર રહ્યો હતો સુરત શહેરમાં પોલીસ મહેકમ મુજબ પોલીસ કર્મચારી અને અધિકારીની ફાળવણી કરવામાં આવી નથી આ બાબતે રાજ્ય સરકાર પાસે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા સુરતને જોઈતું પૂરતું મહેકમ પોલીસમાં ફાળવવામાં આવ્યું નથી છતાં પણ પોલીસ પોતાની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે નિભાવી રહી છે જેમ જેમ પોલીસ કમિશનર બદલતા ગયા તેમ તેમ કાયદો વ્યવસ્થા અને પરિસ્થિતિ વધુ અસરકારક બનાવવા ના પ્રયત્નો હાથ ધરવાના આવ્યા હતા પહેલા પોલીસ કમિશનર અજય કુમાર  તોમર દ્વારા કાયદો વ્યવસ્થામાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યો હતો અને તેમના દ્વારા સુરત શહેરમાં ઘણા ભગીરથ કાર્ય કર્યા હતા તેમાં ખાસ કરીને યુવા પેઢી ડ્રગ્સ તરફ નહીં આગળ વધે તે માટે તેમને નો ડ્રગ્સ  ઇન સુરત સીટી સ્લોગન હેઠળ કાર્ય હાથ ધર્યા હતા. જેમાં મહત્વ સફળતા પ્રાપ્ત થઈ હતી તેમને વર્ય મર્યાદા નિવૃત્તિ થયા હતા તેમના બાદ કાયદો વ્યવસ્થા રાજકોટ અને વડોદરા શહેરની જવાબદારી નિભાવી ચુકવેલા અનુપમસિંહ ગેહલોત હાથ માં આપવામાં આવી હતી તેમને સુરતના ભૌગોલિક નગર રચના ની અભ્યાસ કર્યા બાદ ખુદ પોતે મેદાનમાં ઉતાર્યા હતા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કાયદો વ્યવસ્થાની ગુનાહિત ઇતિહાસ તાગ મેળવીને જે તે પોલીસ સ્ટેશનમાં પોતાની હાજરી રાખવામાં આવી હતી 2024 અને 25 વર્ષમાં કાયદો અને કાયદો વ્યવસ્થા જાળવણી બાબતે અલગ અલગ મુદ્દાઓ પર પોતાના અધિકારી સાથે કાયદા બાબતે સમીક્ષા કરીને ગુનેગારોને જેલ ભેગા કરવાના ભગીરથ પ્રયાસ હાથ ધર્યા હતા તેમની સાથે સ્પેશિયલ પોલીસ કમિશનર વાબંગ જામીર, સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોર, અને સ્પેશિયલ ક્રાઈમ કમિશનર સીબીઆઇ માંથી પરત ભરેલા બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સ , ક્રાઈમના નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજીયા, ઓપરેશન ગ્રુપના નાયબ કમિશનર રાજદીપસિંહ નકુમ અન્ય ડીસીપી  માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓને કાયદો વ્યવસ્થા કડક  અમલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, 2024 માં સુરત શહેરમાં ક્રાઈમરેટ હત્યાના બનાવ 116 બન્યા હતા જ્યારે 2025 માં 92 હત્યાના બનાવ બન્યા છે 2024 માં ટકાવારી પ્રમાણે 25 ની અંદર 24% નો ઘટાડો થયો છે જ્યારે વ્યથામાં 2024 માં 609 બનાવ બન્યા હતા 2025 માં 6008 બનાવ બન્યો જેમાં એક જ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ઘરફોડ ચોરી ન બનાવ 233 2024 માં થયા હતા જેની સામે 2025 પર 228 જેટલી ચોરીઓ થઈ હતી જેમાં 5% નો ઘટાડો જોવા મળ્યો છે તેવી જ રીતે સાદી ચોરીમાં 1722 2024 માં થઈ હતી તેની સામે સાદી ચોરી  1399 2025 માં નોંધાય છે જેમાં 323% નો ઘટાડો જોવા મળ્યો છે સુરત શહેરમાં વિદેશી તેમજ દેશી દારૂમાં 33,941 2024માં કેસ નોંધાયા હતા જેની સામે 2025 માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેમાં 34,697 જેટલા કેસ નોંધાયા છે 2025 માં 756 ટકાવારીનો વધારો જોવા મળ્યું છે નો ડ્રગ્સ ઇન સુરત સીટી સ્લોગન હેઠળ પોલીસ કમિશનર ભગીરથ અભિયાન શરૂ રાખ્યું હતું જેના ભાગરૂપે ડ્રગ્સ ના કેસોમાં 2024 માં 58 જેટલા કેસો નોંધાયા હતા તેની સામે 2025 માં પોલીસે 212 જેટલા ડ્રગ્સ ના વિવિધ કેસ કરવામાં આવ્યા છે ટકાવારી પ્રમાણે જોવા જઈએ 154 ટકાનો વધારો 2025 માં જોવા મળ્યો છે કેવી રીતે સુરત શહેરમાં પોલીસે જીપી એકટ મુજબ 2024 માં 12453 કેશો નોંધાયા હતા જેની સામે 2025 માં 12,685 કેસોનું થયા છે જેના ટકા  પ્રમાણે 232 ટકા નો વધારો નો થયો છે ત્યારે સુરત શહેરમાં અસામાજિક તત્વોને અને પ્રવૃત્તિઓને લઈને પોલીસ કમિશનર દ્વારા પાસા હેઠળ અટકાયત કરીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવતા હતા. જેની અંદર 2024 માં 704 જેટલા આરોપીના પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો હતો જ્યારે 2025 માં 1016 જેટલા આરોપીને પાછા હેઠળ અટકાયત કરી રાજ્યને વિવિધ જેલોમાં મોકલ્યા હતા 2025 માં 312% નો વધારો પાસા હેઠળમાં કાયદામાં જોવા મળ્યો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કાયદો વ્યવસ્થા ને લઈને કોઈપણ શે શરમ રાખવામાં આવતી નથી શહેરીજનોના હિત માટે કાયદો વ્યવસ્થા તોડનાર ને કાયદાનું પાલન કરાવવાની સાથે ભાન કરવામાં આવતું હતું હાલમાં પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ પર રાઉન્ડ ઓફ ક્લોક પેટ્રોલિંગ સાથે ફૂટ પેટ્રોલિંગ અને તેમજ ઓન ડ્રેસ સીસીટીવીના માધ્યમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે

(1:51 PM IST)