<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા સતત ત્રીજા દિવસે પણ યથાવત

ગજેરા પરિવાર સંચાલિત એજ્યુકેશન, રિયલ એસ્ટેટ અને ડાયમંડ કંપનીઓમાં તપાસ: ગુજરાત સહિત મુંબઈની કુલ 30 જગ્યાઓ પર તપાસનો ધમધમાટ

સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે. ગજેરા પરિવાર સંચાલિત એજ્યુકેશન, રિયલ એસ્ટેટ અને ડાયમંડ કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સહિત મુંબઈની કુલ 30 જગ્યાઓ પર તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે, જ્યાંથી જ્વેલરી, રોકડ રકમ તેમજ જમીન અને શેરબજારમાં કરાયેલા રોકાણોને લગતા મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. 

  ભાગેડુ મેહુલ ચોક્સીની કંપનીનો હિસ્સો ખરીદવાનો સોદો ગજેરા ગ્રુપને ભારે પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુંબઈની ED દ્વારા ચાર્જશીટમાં રાકેશ ગજેરાનું નામ દાખલ થયા બાદ તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની છે. 

  લક્ષ્મી ડાયમંડના ચોપડામાં કરોડોના કાળા કારોબારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્કમટેક્સ વિભાગે દસ દિવસ પહેલાં કરચોરી બાબતે નોટિસ ફટકારી હતી અને નોટિસના દસ દિવસમાં વસંત ગજેરા એન્ડ કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે.

(6:36 PM IST)