<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો: ધરોઈ નજીક 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો

સાંજે 7.21 કલાકે અચાનક ધરતી ધ્રુજતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા: લોકોમાં ફફડાટ

ઉત્તર ગુજરાતના પંથકમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં કુતૂહલ અને ક્યાંક ફફડાટ જોવા મળ્યો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આજે સાંજે 07:21:16 વાગ્યે આ હળવી ધ્રુજારી નોંધાઈ હતી.

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધરોઈથી ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આશરે 49 કિમી દૂર નોંધાયું હતું.અક્ષાંશ 24.435 અને રેખાંશ 72.943 પર તેનું ઉદ્ભવસ્થાન નોંધાયું છે.

 

ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે સદનસીબે હજુ સુધી ક્યાંયથી પણ કોઈ જાનમાલના નુકસાન કે મકાનોમાં તિરાડ પડવાના સમાચાર સામે આવ્યા નથી. ઘણા લોકોએ આ આંચકો અનુભવ્યો હોવાની સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે, જોકે આ એક નાનો આંચકો હોવાથી વહીવટી તંત્રએ લોકોને ગભરાવવાની જરૂર નથી તેવી ખાતરી આપી છે.

(10:12 PM IST)