<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં વર્ગ 1 અને 2 ના અધિકારીઓની મોટાપાયે બદલી અને બઢતીના હુકમ

વહીવટી સુધારા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી લેવાયેલા આ નિર્ણય હેઠળ સહાયક કમિશનરો અને ડ્રગ ઇન્સ્પેક્ટર્સની જગ્યાઓમાં ફેરફાર કરાયો: 16 જેટલા GAS કેડર અધિકારીઓની પણ બદલી

ગુજરાત અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. તલાટી અને નાયબ મામલતદાર બાદ આરોગ્ય વિભાગમાં બદલીના આદેશ છૂટ્યા છે. સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનમાં ફરજ બજાવતા વર્ગ-1 અને વર્ગ-2 ના અનેક અધિકારીઓની સામૂહિક બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે સમગ્ર વિભાગમાં લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની જગ્યાઓમાં મોટો ફેરફાર જોવા મળશે.

આ આદેશ મુજબ, અનેક સહાયક કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટર્સને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. કેટલાક અધિકારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બઢતી આપીને ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય અધિકારીઓની વહીવટી જરૂરિયાત મુજબ અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ વહીવટી કાર્યક્ષમતા વધારવાનો અને સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે 16 જેટલા GAS કેડર અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. સિનિયર સ્કેલ અધિકારીઓની બદલી આદેશ આપ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે આ બદલીનો આદેશ કર્યો છે.

 

(10:39 PM IST)