<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

નર્મદા પોલીસે ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિક ને પરત કર્યા

'તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ/ગુમ થયેલા ૨૬ મો. ફોન કિ.રૂ. ૩,૯૦,૦૦૦/- ના શોધી કાઢી મુળ માલીકને પરત આપ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલ/ગુમ થયેલ મોબાઈલની આવતી અરજીઓ બાબતે ટેકનીકલ સર્વેલન્સ તેમજ ગુમ/ખોવાયેલ મોબાઈલને ઝડપથી શોધખોળ કરવા અને મુળ માલીકને પરત સોંપવા બાબતેની સુચના અને માર્ગદશન અનુસંધાને આર.જી ચૌધરી,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી. નાઓએ જીલ્લાના ખોવાયેલ/ગુમ થયેલ મોબાઈલ ની અરજીઓની અભ્યાસ અર્થે એલ.સી.બી. શાખામાં મંગાવી જેનો અભ્યાસ કરી આ અરજીઓને CEIR પોર્ટલ તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી મોબાઈલની શોધખોળ કરવાની કામગીરી કરવા માટે એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી એક્ટીવ થયેલ મોબાઇલ રીકવર કરવામાં આવેલ.

  આ દરમ્યાન જીલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી ખોવાયેલા/ગુમ થયેલા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૨૬ કિ.રૂ.૩,૯૦,૦૦૦/- ના મળી આવતા સદર એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પરત સોંપવાની કામગીરી "તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિક્ષક, નર્મદા નાઓના વરદ હસ્તે તમામ મોબાઈલના મુળ માલીકોને પરત કરવામાં આવ્યા.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી (૧) આર.જી ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા(૨) ડી.આર.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા(3) જે.આર.ડામોર, પોલીસ સબ ઇન્સ્પેકટર AHTU નર્મદા(૪) પો.કો. વિનોદભાઈ પરાગભાઈ, AHTU નર્મદા(૫) પો.કો. અનિલભાઈ હરજીભાઈ, AHTU નર્મદા(૬) પો.કો. રાજેશભાઈ પાંચાભાઈ, AHTU નર્મદા

(11:01 PM IST)