News of Friday, 30th January 2026
મહિલાને પતિ દ્વારા બહાર રોજગારી ન કરવા જવા પર રોક લગાવતા પતિને સમજાવતું 181 નર્મદા.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામમાં મહિલાને પતિ દ્વારા હેરાનગતિ થતી હોય પતિ બહારગામ કામ કરવા ન જવા દેવા પર પતિબંધ લગાવતા, સ્ત્રીઓ ખોટા રસ્તે ચડી જાય તેવો વહેમ કરતા પતિને સમજાવવા માટે 181 અભયમ નર્મદા ટીમની મદદ માંગી, મહિલા તેમના સાસુના કહેવા પર ગામમાંજ અથાણાં પાપડ બનાવવાની ટ્રેનિંગ આપવા વાળા આવ્યા હોય ત્યાં શીખવા જતા મહિલાના પતિને જાણ થતા ગામમાં જ દંડો લઈને મારવા દોડેલ તેથી મહિલાએ સ્વ બચાવ માટે 181 ની મદદ માગેલ.
181 ટીમ મહિલાએ જણાવેલ સરનામા ઉપર પહોંચી તપાસ કરતાં મહિલા બીજાના ઘરે સંતાયા હોય ત્યાંથી મહિલાને લઈ ઘરે જતા મહિલાના પતિ ઘરે હાજર ન હોય તેથી તેમને કોલ કરી સ્થળ પર બોલાવેલ, 181 ટીમે મહિલાના પતિને કાયદાકીય સમજ આપેલ, ગામમાં રોજગારી મળતી હોય અને બંને વ્યક્તિ કમાતા હોય તો ખોટું શું તેની સમજ આપેલ તેથી મહિલાના પતિ સમજી ગયેલ પોતાની ભૂલ કબુલ કરી ફરીવાર ભૂલ ન થાય તેની ખાતરી આપેલ,
આમ 181 ટીમે બંને પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું સમાધાન કરાવ્યું
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
