News of Saturday, 31st January 2026
પ્રિ-બોર્ડની એક્ઝામ બાદ વિદ્યાર્થીઓએ પૂર્વ તૈયારીઓ માટે માસ્ટર પ્લાન બનાવવો
અંતિમ તૈયારીઓ માટેનું માર્ગદર્શનઃ આગામી તા.૨૬ ફેબ્રુઆરીથી શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે : બોર્ડના કાઉન્સિલરના મતે પ્રિ-બોર્ડ એ માત્ર કસોટી નહોતી, બોર્ડના વાસ્તવિક જંગ માટેની ‘સેલ્ફ-ચેક એક્ઝામ' હતી

વડોદરા,તા.૩૧: પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારી સફળતા અને ધાર્યુ પરિણામ મેળવવા માટે પૂર્વતૈયારીઓ-રિવીઝન માટે માસ્ટર પ્લાન બનાવવો જોઈએ. પરીક્ષાના દિવસો દરમિયાન ટાઈમ મેનેજમેન્ટ એ સફળતા માટેની ગુરૂચાવી છે. કારકીર્દી માટેની અતિ મહત્વની આ પરીક્ષા માટે કેવી રીતે પૂર્વતૈયારી કરવી જોઈએ? તે બાબતે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓની મદદ અને માર્ગદર્શન માટે માધ્યમિક શિક્ષણ બોર્ડના સિનિયર કાઉન્સિલર આચાર્ય પરેશ શાહે કેટલીક ઉપયોગી ટીપ્સ આપી છે.
આગામી તા. ૨૬મી ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ-કોમર્સના વિદ્યાર્થીઓની કારકીર્દી માટેની અતિ મહત્વની એવી માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬ થી પોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે જીવનના મહત્વના પડાવ સમાન બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. તાજેતરમાં લેવાયેલી પ્રિ-બોર્ડ પરીક્ષા એ માત્ર કસોટી નહોતી, પરંતુ તે બોર્ડના વાસ્તવિક જંગ માટેની સેલ્ફ-ચેક એક્ઝામ હતી. હવે જયારે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નીચેની બાબતો પર ધ્યાન આપવું અનિવાર્ય છે તેમ કાઉન્સિલર પરેશ શાહનુ કહેવુ છે.
૧ સમય વ્યવસ્થાપન-ટાઈમ મેનેજમેન્ટ-સફળતાની ચાવી છે
ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓ સમય ખૂટવાને કારણે પેપર અપૂરું છોડતા હોય છે.
૨ વિભાગવાર આયોજન ખૂબ જરૂરી પેપરના કયા વિભાગ (Section) ને કેટલો સમય આપવો તે પહેલેથી નક્કી કરી લો.
૩ સ્પેસ મેનેજમેન્ટઃ જે પ્રશ્ન નથી આવડતો તેના માટે જગ્યા છોડી આગળ વધો, સમય બગાડવાને બદલે તેને અંતે અટેમ્પટ કરો.
૪ લખાણની આધુનિક શૈલી : માકર્સ ખેંચવાની કળા
૫ પરીક્ષક પર પ્રભાવ પાડવા માટે તમારા લખાણમાં સુધારા કરો
૬ લખાણ મુદ્દાસર હોવું જોઈએ, લાંબા અને કંટાળાજનક ફકરાને બદલે મુદ્દાસર લખાણ લખો.
૭ મહત્વના શબ્દો, સૂત્રો કે વ્યાખ્યા નીચે પેન્સિલથી અંડરલાઇન કરો.
૮ છેલ્લી ૧૫ મિનિટ ફરજિયાત રિવિઝન માટે ફાળવો, જેથી પુરવણીનો ક્રમ અને નાની-મોટી ભૂલો સુધારી શકાય. (૪૦.૧૦)
શિક્ષકો માટે પાંચ મુદ્દાને સાંકળતો એક્શન પ્લાન
૧ વિદ્યાર્થીની ઉત્તરવહીના આધારે તેની ભુલો તેને પર્સનલી સમજાવો.
૨ નબળા જણાતા વિષયો માટે ખાસ એકસ્ટ્રા ક્લાસ ગોઠવો.
૩ શ્રેષ્ઠ લખાણવાળી ઉત્તરવહીઓ આખા વર્ગને બતાવો. જેથી તેઓ પેપર પ્રેઝન્ટેશન શીખે.
૪ વાલીઓને સમજાવો કે ઘરમાં પરીક્ષાનો ડર નહીં, પણ હકારાત્મક અને પ્રોત્સાહક વાતાવરણ પુરું પાડે
૫ ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને ઠપકો આપવાને બદલે હજુ સમય છે. તું કરી શકીશ કહી તેમનો જુસ્સો વધારો.
પ્રિ-બોર્ડ પરિણામ પછીનો ‘માસ્ટર રિવિઝન પ્લાન'
પ્રિ-બોર્ડના પરિણામથી ડરવાને બદલે તેને સુધારાની તક માનવી જોઈએ. જે પ્રકરણોમાં માર્ક્સ કપાયા છે તેનું લિસ્ટ બનાવી તમારો રિવિઝન પ્લાન રી-સેટ કરો. છેલ્લા દિવસોમાં આખું પુસ્તક વાંચવાને બદલે આકૃતિ. ચાર્ટ્સ અને અગાઉના વર્ષોના મહત્વના પ્રશ્નો પર જ ધ્યાન કેન્દ્રિત કરો. પરીક્ષાની તૈયારી માટે શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વની છે. લખાણમાં સુધારો કરવા અને અઘરા મુદ્દાઓ ઉકેલવા નિઃસંકોય વિષય શિક્ષકનું માર્ગદર્શન મેળવવુ જોઈએ તેમ પ્રિ બોર્ડના પરિણામ બાદ માસ્ટર રિવિઝન પ્લાન બાબતે માર્ગદર્શન આપતા સિનિયર કાઉન્સિલરે જણાવ્યુ હતુ
મદદ અને માર્ગદર્શન માટે ૧૧ કાઉન્સિલરોની ટીમ
આગામી ફેબ્રુઆરી મહીનાના અંતમાં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ-કોમર્સની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે પરીક્ષા પર્વે અને પરીક્ષા દરમિયાન આકસ્મિક મૂંઝવણ અને ગુંચવણના નિરાકરણ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે કાઉન્સિલરોની ટીમની રચના કરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કાઉન્લિસરોનો સપર્ક કરી તેમની પાસેથી સાચું, પધ્ધતિરસનુ તેમજ નિયમ અનુસારનુ યોગ્ય માર્ગદર્શન મેળવી શકશે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
