News of Saturday, 31st January 2026
મુખ્યમંત્રી સ્કોલરશીપ અંતર્ગત પ્રોજેકટ શાળમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ
ગુજરાતના ર૯૬૪ કેન્દ્રો પર ૭ લાખથી વધુ છાત્રોની બપોરે પરીક્ષા

રાજકોટઃ તા.૩૧, ગુજરાત રાજયની પ્રોજેકટ સ્કુલોમાં પ્રવેશ માટે ધો.પ ના વિદ્યાર્થીઓ માટે આજે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજવામાં આવેલ છે. રાજકોટમાં ૧ર હજારથી વધુ મળી સમગ્ર ગુજરાત રાજયમાં અંદાજે ૭ લાખ પર હજાર વિદ્યાથીઓ પરીક્ષા આપી રહયા છે.
ગુજરાત રાજયની શાળાઓમાં ધો.પ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધો. ૬ ની જ્ઞાન શકિત રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાન શકિત ફાયનલ રેસીડેન્સીયલ સ્કુલ અને રક્ષા શકિત સ્કુલ જેવી પ્રોજેકટ શાળામાં પ્રવેશ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી રહી છે ગુજરાતના ર૯૬૪ કેન્દ્રોમાં CCTV હેઠળ ર૬ર૯૯ બ્લોકોમાં બપોરે ૧ થી ૩:૩૦ સમય દરમીયાન પરીક્ષા લેવાશે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
