News of Saturday, 31st January 2026
સાવધાન ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ એન્જિનિયરિંગ પરીક્ષા સાયબર કમાન્ડોના રડારમાં મૂકી દેવાઈ
કેન્દ્ર દ્વારા ૫ હજાર સાયબર નિષ્ણાતો તૈયારઃ રાજકોટ SRPના પોલીસ ઇન્સ્પેક્ટર અને સાયબર નિષ્ણાત શૈલેષ રબારી સહિત ૮ અધિકારી સ્ટાફ દ્વારા કામગીરી શરૂ પણ કરી દેવાઈ JEE MAIN NIT જેવી ખૂબ મહત્વની પરીક્ષાઓની પારદર્શિતા વધારવા કેન્દ્ર દ્વારા કોઈને ન છોડવા મક્કમ નિર્ધાર

રાજકોટ તા.૩૧: કમાન્ડો શબ્દ સંભાળતા જ મહાનુભાવોની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં માહિર વ્યક્તિનું ચિત્ર ઉપસે છે, હવે ડિજિટલ ઇન્ડિયામાં સાયબર માફીયાઓ અને વિવિધ સાયબર ફ્રોડ ગેંગનું વર્ચસ્વ વધ્યું છે તેવા સમયે કેન્દ્રીય ગળહ મંત્રાલય દ્વારા ૫૦૦૦ સાયબર નિષ્ણાત કમાન્ડોની ફૌજ ગુજરાત સહિત આખા દેશમાં જે તે અધિકારીની કાબેલિયત મુજબ તેની પસંદગી કરી તેમને વિશેષ તાલીમ આપી એન્જિનિયરિંગ જેવા મહત્વના વિષય JEE MAIN પરીક્ષા અને મેડિકલ માટે NIT પરીક્ષાનું ફુલ સત્તા સાથેનું સુપરવિઝન સુપ્રત કરવાની જવાબદારી સુપ્રત થવા લાગી છે.
તાજેતરમાં એન્જિનરિગ GEE MAIN જેવી પરીક્ષા યોજવામાં આવેલ તેમાં ગુજરાતમાંથી રાજકોટ એસઆરપીમાં ફરજ બજાવતા અને સાયબર નિષ્ણાતની વિશેષ તાલીમ મેળવનાર અને સુરત સાયબર ક્રાઇમમાં મહત્વની કામગીરી બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ રબારી સહિત ગુજરાતના ૮ અધિકારી સ્ટાફને આવી ફરજ સુપ્રત કરવામાં આવી હતી, અગાઉ જણાવ્યું તેમ કેન્દ્ર સરકારની નીતિ મુજબ આ તાલીમ બદ્ધ સાયબર કમાન્ડોને આવી તાલીમ અપાયેલ. કેન્દ્ર સરકાર આવા પ્રકારની જે સાયબર કમાન્ડોની ફોજ દ્વારા તેમની પાસે આ જ પ્રકારની કામગીરી લેવામાં આવે તે માટે આગ્રહી છે. ગુજરાતમાં સાયબર નિષ્ણાત તરીકે તાલીમ પામી ખૂબ અગત્યની અર્થાત સાયબર યોદ્ધા તરીકે જેઓએ એન્જિનિયરિંગ પરીક્ષામાં ફરજ બજાવેલ તેમાં ભુજ સાયબર ક્રાઇમના psi પૂજા જાદવ, સુમનબા જાડેજા પોરબંદર, સુરત સાયબરના ધવલ કુમાર બલદાણીયા ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમના પ્રગ્નેશ પટેલ, પોરબંદર સાયબર ક્રાઈમના શીતલ મહેતા, જુનાગઢના મયુર કુમાર અને નવસારી સાયબર ક્રાઇમના અજયભાઈનો સમાવેશ હતો.
આવી મહત્વની પરીક્ષાઓમાં કોઈ આંગળી ન ઉઠે અને નિષ્ણાતો કોઈ પણ પરિસ્થિતિમાં દૂધનું દૂધ પાણી કરી શકે તેવા પ્રકારના નિષ્ણાતોના રડારમાં આખી પરીક્ષા લેવામાં આવી રહી છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
