<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

રાજકોટમાં પુરવઠા વિભાગની નવી જગ્‍યા પર ઇલાબેન ગોહિલની નિમણૂક : ડી.વી.વાળા ડે. ગ્રામ વિકાસ કમિશનર

અધિક કલેકટર કક્ષાના ૧૬ અધિકારીઓની બદલી

રાજકોટ, તા., ૩૧: રાજય સરકારે ગઇકાલે અધિક કલેકટર કક્ષાના પ્રતિક્ષા હેઠળના ૬ અધિકારીઓની નવી નિમણૂક કરી છે  અને  એ  જ કક્ષાના ૧૦ અધિકારીઓની બદલી કરી છે. કુલ ૧૬ અધિકારીઓને લાગુ પડતો હુકમ થયો છે.

રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહીલને  રાજકોટમાં પુરવઠા વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલ સંયુકત નિયામકની નવી જગ્‍યા પર નિમણૂક આપવામાં આવી છે. આ જગ્‍યા જાહેર થયા બાદ વધારાનો હવાલો શ્રીમતી જે.ડી.ગઢવી પાસે હતો. હવે આ જગ્‍યા પર વિધિવત કામગીરી શરૂ થશે. સરકારી સુત્રોના જણાવ્‍યા મુજબ તેનું કાર્ય ક્ષેત્ર રાજકોટ મહાનગર રહેશે. હાલ એક પુરવઠા અધિકારી છે તેના બદલે શહેર માટે ડે.કલેકટર કક્ષાના અધિકારીને નાગરીક પુરવઠા અધિકારી તરીકે નિયુકત કરવામાં આવશે.

રાજકોટ સ્‍ટેમ્‍પ ડયુટીમાં ઉલ્લેખનીય કામગીરી કરનાર નાયબ કલેકટર ડી.વી.વાળાને અધિક કલેકટર કક્ષાએ બઢતી બાદ પ્રથમ નિમણૂક રાજયના ગ્રામ વિકાસના ડે. કમિશનર તરીકે આપવામાં આવી છે.

તૃપ્તીબેન વ્‍યાસને ઘોલેરા સરમાંથી બદલી શાળાઓ માટેના સંયુકત નિયામક બનાવવામાં આવ્‍યા છે.

આર.કે.વાઘવાણી, કે.વી.ગામીત, પી.વી.વસોયા, એ.જે.પટેલ, વી.સી.બાગુલ, એ.ડી.વણઝારા, એસ.ડી.મોઢ, ડી.વી.વિઠલાણી, એન.બી.રાજપુત વગેરેને નવી નિમણૂક આપવામાં આવી છે.

(2:01 PM IST)